કરુણ ઘટના! 9 વર્ષની દીકરી કોરોનાની પથારીએ, પિતા અને દાદીની મોત વિશે હજી નથી ખબર

કરુણ ઘટના! 9 વર્ષની દીકરી કોરોનાની પથારીએ, પિતા અને દાદીની મોત વિશે હજી નથી ખબર
રાજકોટના રાચચૂરા પરિવારમાં બે જ દિવસમા ઉપરાછાપરી માતા પુત્રનું મોત

રાજકોટના રાયચુરા પરિવારની કફોડી સ્થિતિ જાણીને રડી પડશો, 'ઈશ્વર આવા દિવસો કોઈને ન બતાવે'

  • Share this:
રાજકોટ મનિષભાઇ રાયચુરા પરિવારમાં કરૂણ ઘટના સર્જાઇ છે. મનિષભાઇ  અને તેના માતુશ્રી મીનાબેનનું કોરોનાના કારણે અવસાન થયું છે. મનિષભાઇની દીકરી 9 વર્ષની છે અને કોરોનાની સારવાર હેઠળ છે તેને ખબર નથી કે પપ્‍પા અને દાદી દુનિયામાં નથી.પંદર દિવસ પહેલા મનીષભાઈ રાયચુરા કોરોના પોઝિટિવ આવ્‍યો હતો એની સાથે તેની દીકરીને પર કોરોના પોઝિટિવ આવ્‍યો જેની ઉંમર 9- વર્ષ છે. બંને સમરસ હોસ્ટેલમાં ગયા પણ ત્યાં સમરસના ડોક્‍ટરે મનીષભાઈ રાયચુરાને સમરસ હોસ્‍ટેલમાં એડમિટ થવા કહ્યું તથા એમની દીકરીને ઘરે જ કોરોન્‍ટાઇન થવાની સલાહ આપી.

જોકે બાદમાં મનીષભાઈ લના માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્‍યો હોવાથી તેને પણ સમરસ હોસ્‍ટેલમાં એડમિટ કરવામાં આવ્યા. માતા અને એમનો દીકરો ત્‍યાં સમરસ હોસ્‍ટેલમાં સાથે એક જ ફલોરમાં હતા. જે બાદ મનીષભાઈ ની તબિયત સ્થિર થતા તેને ઘરે જ સારવાર આવપમાં આવતી હતી.  ૬ એપ્રિલના મનીષભાઈ ની 9 વર્ષની દીકરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ જેથી તેમને ડોક્‍ટરે તાત્‍કાલિક હોસ્‍પિટલમાં એડમિટ થવાની સલાહ આપી જેથી તેને સિવિલ હોસ્‍પિટલમાં એડમીટ કરી.આ પણ વાંચો : રાજ્યમાં આજે તમામ રેકોર્ડ તૂટ્યા, કોરોનાનાં 8,152 કેસ, 81 મોત

જે બાદ તેજ દિવસે ફરી મનીષભાઈ ની તબિયત લથડાતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ 8 એપ્રિલના રોજ ને મનીષભાઈના માતા મીનાબેનની તબિયત લથડતાં સમરસ હોસ્‍ટેલમાંથી સિવિલ હોસ્‍પિટલમાં તાત્‍કાલિક એડમીટ કર્યા. ત્‍યાં તેને ઓક્‍સિજન ઉપર રાખવામાં આવ્‍યા હતા. અહીંયા સુધી હજી કરૂણતા બાકી હતી તો એ જ દિવસે રાત્રે 3 વાગે ડોક્‍ટરે કહ્યું દીકરીને 90 ટકા ફેફસાં ભરાઇ ગયા છે.

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર 9 વર્ષની દીકરીને ઇન્‍જેક્‍શન આપ્‍યાનો આ પ્રથમ બનાવ હતો. ભગવાનની કૃપાથી રેમડેસિવિર ઇન્‍જેક્‍શન બે દિવસ આપ્‍યા પછી એને કોઈ આડઅસર ન થવાથી આખું પરિવાર ખુશ થવા લાગ્‍યું. એટલેથી વાત પૂરી થતી નથી. અચાનક જ રાયચુરા પરિવારમાં કાળો કેર આવ્‍યો.

11 એપ્રિલના રવિવારે અચાનક મનીષભાઈ રાયચુરાની તબિયત લથડતાં એમને વેન્‍ટિલેટર પર મૂકવામાં આવ્‍યા, ત્‍યાં તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. એટલેથી વાત પૂરી ન થતા પછી તારીખ 12 એપ્રિલના સોમવારે વહેલી સવારે સિવિલ હોસ્‍પિટલમાં મનીષભાઈના માતા મીનાબેનનું અવસાન થઈ ગયું.  અમે બધા આશ્ચર્ય થઈ ગયા.

આ પણ વાંચો : રાજકોટ : રાત્રિ કર્ફ્યૂમાં સોસાયટીમાં એકઠાં થનારા લોકો ચેતજો! પોલીસ CCTV ચેક કરશે, થશે કાર્યવાહી

પરિવારની ઈચ્છા હતી કે મનીષભાઈ ની વેન્‍ટિલેટરમાં હોવાથી એમના માતાનું અવસાન થઈ એ જાણ નથી કરવી પણ વાત કંઈક અલગ જ થયું. સવારે આરએમસીમાંથી મનીષભાઈના મોબાઈલમાં કોલ ગયો કે તમારા માતા મીનાબેનનો અવસાન થઈ ગયું જે સાંભળી મનીષભાઈ રાયચુરા જે વેન્‍ટિલેટરમાં હતા એ ખૂબ જ ટેન્‍શનમાં આવી જતાં બધાંએ એમના મોબાઈલમાંથી કોલ કરવા લાગ્‍યા કે સાચે મારા માતાનું અવસાન થઈ ગયું.

આ પણ વાંચો : વલસાડ : આડા સંબંધોમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, મર્ડરને આપઘાતમાં ખપાવા ઘડ્યો હતો માસ્ટર પ્લાન

એટલા બધા હેબતાઈ ગયા હતા અને તેની તબિયત બધું ખરાબ થઈ ગઈ. એક તરફ પરિવારના બધા સભ્‍યો મીનાબેનની અંતિમવિધિ કરવામાં વ્‍યસ્‍ત હતા એ વિધિ પૂરી થઈ કે તરત અમુક સમય પછી 13 એપ્રિલના વહેલી સવારે.હોસ્‍પિટલથી કોલ આવ્‍યો કે મનીષભાઈ રાયચુરાનું અવસાન થઈ ગયું છે. પરિવારના સભ્યો આશ્ચર્ય પામી ગયા કે હજી તો થોડીવાર પહેલા જેની માતાના અગ્નિ દાહ કરીને આવ્‍યા અને તરત જ મનીષભાઈનું અવસાન થઈ ગયું.
Published by:Jay Mishra
First published:April 15, 2021, 20:29 pm

ટૉપ ન્યૂઝ