Coronavirus : રાજકોટ પોલીસના હીરો, દીકરો હોસ્પિટલમાં સારવાર પર છતાં DCP જાડેજા ON Duty


Updated: March 24, 2020, 7:50 PM IST
Coronavirus : રાજકોટ પોલીસના હીરો, દીકરો હોસ્પિટલમાં સારવાર પર છતાં DCP જાડેજા  ON Duty
આવી વિષમ સ્થિતિમાં DCP જાડેજાની નાગરિકોને ફક્ત એટલી જ અપીલ છે કે કામ સિવાય બહાર ન નીકળો

કોરોનાના યોદ્ધા : રાજકોટ પોલીસના પશ્ચિમ વિભાગના DCP મનોહરસિંહ જાડેજાની પ્રેરણાત્મક કહાણી

  • Share this:
વડાપ્રધાન દ્વારા દેશવાસીઓને અપીલ કરવામાંં આવી હતી કે રવિવારના રોજ જનતા કરફ્યુ ના દિવસે તેઓ પોતાના ઘરની બહાર નીકળી ગેલેરીમાં આવી સાંજે પાંચ વાગ્યે માત્ર પાંચ મિનિટ માટે થાળી વગાડી, તાલી પાડી શંખનાદ કરી તે લોકોનો આભાર મને કે જેવો હાલ અત્યારે ભારત દેશને ભારતીયો માટે કોરોના વાયરસ અંગે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં પોતાનો સાથ સહકાર આપી રહ્યા છે. વડાપ્રધાને જે રિયલ યોદ્ધાઓની વાત કરી છે તેવા જ એક યોદ્ધા રાજકોટ શહેરમાં પણ સામે આવ્યા છે. આ યોદ્ધા છે રાજકોટના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ મનોહરસિંહ જાડેજા. તેમના દીકરાની આંતરડાની સારવાર શરૂ છે અને તે ચાર દિવસથી હૉસ્પિટલમાં છે તેમ છતાં DCP જાડેજાએ કોરોના સામેની જંગમાં ફરજ છોડી નથી અને તેઓ ON Duty છે. રાજકોટ પોલીસના આ રિયલ હીરોની કહાણી સૌને સ્પર્શી જશે.   મનોહરસિંહ જાડેજાના શીરે પશ્ચિમ રાજકોટ વિભાગની સાથોસાથ ટ્રાફિકની પણ જવાબદારી રહેલી છે.

હાલ સોશિયલ મીડિયામાં રાજકોટવાસીઓ આ અધિકારીને શાબાશી આપી રહ્યા છે તો સાથોસાથ તેમની કર્તવ્યનિષ્ઠા અને પ્રણામ પણ કરી રહ્યા છે. આ અંગે ન્યુઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં મનોહરસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ ને કારણે લોકોમાં ભય ફેલાયેલો છે. લોકો પોતાના ઘરની બહાર કારણ વગર ન નીકળે તેની જવાબદારી પોલીસની છે. ત્યારે મારું સમગ્ર ધ્યાન રાજકોટની પ્રજા બિનજરૂરી બહાર ન નીકળે તેના પર છે.

આ પણ વાંચો : Coronavirus : રાજ્યમાં લોકડાઉન અને ક્વૉરન્ટીનનો ભંગ કરનાર સામે પોલીસની લાલ આંખ, 544 કેસ નોંધાયા

જે લોકોમાં સંરક્ષણ એટલે કે પોલીસ પ્રશાસન સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ આરોગ્ય ની સેવા સાથે જોડાયેલા ડોક્ટર અને કર્મચારીઓ તેમજ સ્વચ્છતા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ તો સાથે જ હાલ જેટલા પણ સરકારી કર્મચારીઓ ફરજ પર હાજર છે તે તમામ નો આભાર વ્યક્ત કરવાનું જણાવ્યું હતું. જે બાદ લોકોએ પણ જનતા કરફ્યુ ને તેમજ બરોબર પાંચના ટકોરે આ તમામ લોકોનું અભિવાદન કર્યું હતું.

આ પણ વાંચો :   Coronavirus : AAIMSનાં તબીબોને મકાન માલિકોએ કોરોનાની બીકે ઘર ખાલી કરાવ્યા, PM મોદી પાસે મદદ માંગી

તો બીજી તરફ સોમવારની મોડી સાંજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે આગામી ૩૧મી માર્ચ સુધી રાજ્યના તમામ શહેરો અને જિલ્લા માં lockdown ની સ્થિતિ રહેશે. લોકોએ સંબંધિત અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા નું પાલન કરવાનું રહેશે. લોકો એ બિનજરૂરી પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળવાનું રહેશે. તો બીજી તરફ ઘણા એવા લોકો સમગ્ર રાજ્યભરમાં જોવા મળ્યા છે કે જેવો ને કોઈપણ જાતના આદેશોની કંઈ પડી જ ન હોય તેમ તેઓ ટહેલતા જોવા મળ્યા હતા.આ પણ વાંચો : Coronavirus : દુબઈથી આવેલ કોરોના પોઝિટિવ 54 લોકોને મળ્યો; ગાંધીનગર કલેક્ટરે પોલીસ કેસ કર્યો

તો બીજી તરફ હાલ કોરોના વાયરસ સામે લડવા માટે જે પણ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સ્વાસ્થ્ય ની સેવા સાથે જોડાયેલા ડોક્ટરોને કર્મચારીઓ સતત એક જ વાત કહી રહ્યા છે, WE ARE ON DUTY YOU PLEASE STAY AT YOUR HOME. તેમ છતાં લોકો આ વાત તેમની માની નથી રહ્યા. રાજકોટ શહેરમાં એક એવા પોલીસ અધિકારી હાલ સામે આવ્યા છે એજ એમનો ખુદનો પુત્ર હાલ ખાનગી હોસ્પિટલમાં આંતરડાની સારવાર હેઠળ દાખલ છે પરંતુ તેમના પિતા હાલ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. આ અધિકારી બીજું કોઈ જ નહીં પરંતુ રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ.

 
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading