Coronavirus : વાંકાનેરના કોરોના શંકાસ્પદનું મોત, Covid-19નો રિપોર્ટ બાકી

Coronavirus : વાંકાનેરના કોરોના શંકાસ્પદનું મોત, Covid-19નો રિપોર્ટ બાકી
65 વર્ષના મૃતકને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા, તેમને અન્ય બીમારીઓ પણ હતી તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ હજુ બાકી, રાજકોટમાં વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા

65 વર્ષના મૃતકને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા, તેમને અન્ય બીમારીઓ પણ હતી તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ હજુ બાકી, રાજકોટમાં વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા

  • Share this:
રાજકોટ :  રાજકોટની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) મોરબીના (Morbi) વાંકાનેરના (Vankaner) કોરોનાના (Coronavirus) શંકાસ્પદ (Suspicious) વ્યક્તિ નું સારવાર દરમ્યાન મોત (Death) નિપજ્યું છે. ગઈકાલે આ વ્યક્તિને સારવાર અર્થે રાજકોની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સવારે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. ગઈકાલે આ વ્યક્તિનું કોરોના વાયરસ અંગે  લેવામાં આવ્યું હતું. જે બાદ આ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું છે ત્યારે વ્યક્તિના સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલાં જ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મનીષ મહેતાએ જણાવ્યું છે કે જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તેની ઉંમર 65 વર્ષ છે.

મૃતકને બે જેટલી બીમારીઓ હતી જેના કારણે જ તેમને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તો સાથે જ ગઈ કાલથી જ તેમનામાં કોરોના વાયરસ ના શંકાસ્પદ  લક્ષણો પણ જણાઇ આવ્યા હતા. ત્યારે આજે સાંજે રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે કે તેમનામાં કોરોનાવાયરસ ના પોઝીટીવ લક્ષણો હતાં કે કેમ?



આ પણ વાંચો :   Coronavirus : ચીને વિશ્વમાં Covid-19નો તકલાદી માલ પધરાવ્યો છતાં ભારત વેન્ટીલેટર ખરીદશે, રિપોર્ટથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે આજરોજ કોરોના વાયરસ ના વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે 12 પૈકી 8 રાજકોટ શહેરના છે જ્યારે કે બે રાજકોટ ગ્રામ્યના જ્યારે કે બે વ્યક્તિઓ અન્ય જિલ્લાઓના છે. ૧૨ વ્યક્તિ પૈકી આઠ વ્યક્તિ પુરુષ છે જ્યારે કે ચાર વ્યક્તિ મહિલાઓ છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે ત્યારે તમામ ના સેમ્પલ લેવામાં આવ્યા છે જે તમામ નો રિપોર્ટ પણ આજ સાંજ સુધીમાં આવી જશે.
Published by:Jay Mishra
First published:April 01, 2020, 13:42 pm