રાજકોટ : કોવિડ હૉસ્પિટલના કપડાંઓને જંતુમુક્ત રાખવા થાય છે ખાસ વૉશિંગ, રસપ્રદ છે પ્રોસેસ


Updated: April 14, 2020, 9:51 PM IST
રાજકોટ : કોવિડ હૉસ્પિટલના કપડાંઓને જંતુમુક્ત રાખવા થાય છે ખાસ વૉશિંગ, રસપ્રદ છે પ્રોસેસ
કપડાંના વૉશિંગ માટે ખાસ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

કોવિડ હૉસ્પિટલના કપડાંઓથી અન્યોને ચેપને લાગે તે માટે તેને ખાસ કેમિકલમાં ધોવામાં આવે છે. જાણો કેવી રીતે કપડાં રહે ચે જંતુ મુક્ત

  • Share this:
રાજકોટ : આપણા ઘરે પણ બેડશીટ, ઓશિકાના કવર કે ટુવાલ રોજેરોજ ધોવાઈ વપરાશમાં લેવાતા નહીં હોઈ પણ કોવીડ હોસ્પિટલ, રાજકોટમાં એક નિત્યક્રમ જળવાઈ રહે છે. સવાર પડેને પેશન્ટને સ્વચ્છ બેડશીટના મખમલી ગાદલા અને ઓસીકા યુક્ત પથારીમાં ટ્રીટમેન્ટ મળી રહે તેની ખાસ તકેદારી સ્ટાફ દ્વારા લેવામાં આવે છે.કોરોના વાઇરસ કે બેક્ટેરિયા સહિતના જંતુ પ્રસરે નહીં તે માટે અનેકાએક પગલાંઓ લેવાઈ રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓ દ્વારા આ જીવાણુ કોઈપણ રીતે પ્રસરે નહિ તેની યોગ્ય સારસંભાળ પણ તેટલીજ જરૂરી છે. દર્દીઓના બેડશીટ, રૂમાલ, ટુવાલ, ઓશિકાના કવર અને ઓઢવાની ચાદરને રોજેરોજ ખાસ વોશિંગ કરી કેર લેવામાં આવતી હોવાનું હોસ્પિટલના મેન્જમેન્ટ સાથે જોડાયેલા યશસ્વીબેન જેઠવા જણાવે છે.

રાજકોટ સિવિલ કેમ્પસમાં 250 બેડની ખાસ કોવીડ સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ઉભી કરાઈ છે. તેમાં છઠ્ઠા માળે ખાસ વોશિંગ લોન્જ બનાવવામાં આવી છે, અહીં હોસ્પિટલના પેશન્ટના પથારીની બેડશીટ, ચાદર, ઓશિકા, નેપકીન સહિતના કપડાં રોજેરોજ ધોવામાં આવે છે. આ માટે ખાસ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Gujarat coronaupdate : રાજ્યમાં કોરોનાના 33 નવા પોઝિટિવ કેસ દિવસ દરમિયાન બેનાં મોત

જેના ઇન્ચાર્જ રિતેશ ત્રિવેદી જણાવે છે કે, હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ કપડાઓ વહેલી સવારે ખાસ કેમીકલ સોડિયમ હાયપોક્લોરાઇટને પાણી સાથે મિક્ષ કરી બોળી દેવામાં આવે છે  પરિણામે આ કપડાઓમાંથી મોટેભાગે જર્મ્સ કિલ થઈ જાય છે. ત્યારબાદ આ કપડાંઓને વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે, જેમાં પણ ડિટર્જન્ટ સાથોસાથ ખાસ કેમિકલ પોટેશિયમ મેંગેનેટ (KMNO4) નાખી કપડાંઓને વોશિંગ મશીનમાં ધોઈ ત્યારબાદ તેને ખુલ્લામાં તડકા નીચે સૂકવવામાં આવે છે.

આ કામ માટે જે લોકો રોકાયેલા છે તેઓ પણ ખાસ કીટ પહેરીને સાવચેતી સાથે વોશિંગ કામ કરે છે. તેઓને એપ્રન, માસ્ક, પગમાં બુટ અને ખાસ ગ્લોઝ પહેરાવવામાં આવે છે તેમ એજન્સીના ઇન્ચાર્જ જણાવે છે. આજ રીતે પથિકા આશ્રમ કે જ્યાં લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે ત્યાં પણ આજ રીતે અહીં જેટલા લોકો પથારીનો ઉપયોગ કરે છે તે તમામ બેડના કપડાંઓનું વોશિંગ કરી આપવામાં આવે છે.

આ પણ વાંચો :  કોરોના વાયરસનું કનેક્શન ચામાડિયા સાથે જોડાયેલું છે? ICMRના રિપોર્ટમાં થયો ખુલાસોકહેવાય છે કે ''જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા'' અને સ્વચ્છતા હોઈ ત્યાં અડધી બીમારી તો એમજ દૂર થઈ જતી હોઈ છે, ત્યારે રાજકોટની કોવીડ હોસ્પિટલમાં સારવાર બાદ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ પણ સાજા થઈ ઘર વાપસી કરે છે તેમાં દવા, દુવા અને સ્વચ્છતા પણ તેટલોજ મહત્વનો ભાગ ભજવે છે તેમ બેશક કહી શકાઈ.
First published: April 14, 2020, 9:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading