રાજકોટમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા, કુલ 58 પૈકી 48 દર્દીઓ એક જ વિસ્તારના


Updated: April 29, 2020, 9:57 AM IST
રાજકોટમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા, કુલ 58 પૈકી 48 દર્દીઓ એક જ વિસ્તારના
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 48 કલાકની વાત કરવામાં આવે તો કુલ 12 જેટલા વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

  • Share this:
રાજકોટ : શહેર સહિત સમગ્ર ભારતભરમાં હાલ કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જીલ્લામાં અત્યાર સુધીમાં 59 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાઈ ચુક્યા છે. આજે વહેલી સવારે ત્રણ જેટલા કોરોના વાયરસના કેસ નોંધાવા પામ્યા છે. જે ત્રણ વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓને રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે ફેસીલીટી ક્વૉરનટાઇન કરવામાં આવ્યા હતા. ગઇકાલે પણ આઠ જેટલા લોકોના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો છેલ્લા 48 કલાકની વાત કરવામાં આવે તો કુલ 12 જેટલા વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સૌથી મહત્વની બે બાબતો 48  કલાકમાં સામે આવી છે. જે પણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે તમામ લોકો જંગલેશ્વર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો સાથે જ તમામ વ્યક્તિઓ એકબીજાના ક્લોઝ કોન્ટેક્ટમાં હોવાનું એટલે કે એક બીજાના સગા વહાલા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો - ઘરમાં રહો : અમદાવાદમાં સપ્તાહમાં શાકભાજી અને કરિયાણાવાળાનાં 115 કેસ કોરોના પોઝિટિવ

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 58 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે 58 પૈકી 48 જેટલા દર્દીઓ માત્ર જંગલેશ્વર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ કોરોના પોઝિટિવ વાયરસ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ફેસેલીટી ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી કેટલાંકને પથિકાશ્રમમાં તો કેટલાકને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે આવા લોકોની સંખ્યા હાલ 114 પર પહોંચી છે. 111 જેટલા લોકોને હાલ રાજકોટની સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.

આ પણ જુઓ - 
First published: April 29, 2020, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading