રાજકોટ : ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, ઘરે-ઘરે રિક્ષા ફેરવી કોરોનાની ગંભીરતાનો સંદેશ ફેલાવશે


Updated: March 24, 2020, 9:43 PM IST
રાજકોટ : ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, ઘરે-ઘરે રિક્ષા ફેરવી કોરોનાની ગંભીરતાનો સંદેશ ફેલાવશે
પ્રતિકાત્મક તસવીર

કારણ વગર નીકળવું નહીં તો સાથોસાથ જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ મળી રહેશે તેવું પણ આશ્વાસન આપ્યું હતું.

  • Share this:
રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૩૩ જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. જેમાં અમદાવાદ માં ૧૩ જેટલા કેસો જ્યારે કે સુરત વડોદરા અને ગાંધીનગરમાં છ છ જેટલા કેસો નોંધાયાનું સામે આવ્યું છે, તો સાથે જ રાજકોટ અને કચ્છમાં એક-એક કેસ નોંધાયાનું સામે આવ્યું છે.

સોમવારના રોજ મોડી સાંજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જે પ્રેસ કોન્ફરન્સની અંદર તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે, આગામી ૩૧મી માર્ચ સુધી રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓ lockdown કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોએ પોતાના ઘરની બહાર કારણ વગર નીકળવું નહીં તો સાથોસાથ જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ મળી રહેશે તેવું પણ આશ્વાસન આપ્યું હતું.

તેમજ જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે ગઈકાલથી જ રાજકોટ શહેર પોલીસ દ્વારા જે પણ વ્યક્તિઓ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તેમ છતાં આજરોજ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા dcp મનોહરસિંહ જાડેજાની આગેવાની હેઠળ જુદી જુદી રીક્ષાઓની એક ટુકડી બનાવવામાં આવી છે. જે તમામ રિક્ષાઓ શહેરભરમાં ફરી વળી લોકો સુધી કોરોના વાઈરસને લઈ સંદેશો ફેલાવશે તેમ જ લોકોમાં જાગૃતતા લાવશે તો સાથોસાથ લોકોને સંદેશો પહોંચાડે છે કે જો તેઓ જાહેરનામાનો ભંગ કરશે કારણ વગર ઘરમાંથી બહાર નીકળશે તો તેમના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતા અચકાશે નહીં.
First published: March 24, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading