રાજકોટઃ corona vaccineની કમાલ! પરિવારના ચાર સભ્યો કોરોનાની ઝપટમાં, છતાં રસી લેનાર દંપતી કોરોનાથી બચ્યું

રાજકોટઃ corona vaccineની કમાલ! પરિવારના ચાર સભ્યો કોરોનાની ઝપટમાં, છતાં રસી લેનાર દંપતી કોરોનાથી બચ્યું
કોરોનાગ્રસ્ત પરિવાર

સુરેશભાઇ અને તેમના પત્નીએ કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હતા. પરિવારના  સભ્યોને કોરોના આવ્યો છતાં આ દંપતિ કોરોનાના સંક્રમણથી બચી શક્યા છે. તેનો યશ સુરેશભાઇ કોરોનાની રસીને આપે છે.

  • Share this:
રાજકોટઃ અત્યારે કોરોનાની મહામારી (corona patient) સામે એક માત્ર અસ્ત્ર કોરોના રસી (corona vaccine) છે. પરંતુ કેટલાક લોકો કોરોના રસી લેવા માટે ડરે છે. પરંતુ કોરોનાની રસી કેટલી લાભદાયી છે. એ રાજકોટની (rajkot) આ ઘટના પરથી તાગ મેળવી શકાય. રાજકોટમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો કોરોનાની (coronavirus) ઝપેટમાં આવવા છતાં રસી લેનાર વૃદ્ધ દંપતી (Old age couple) કોરોનાનો શિકાર બનતા બચી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે અમારા 87 વર્ષના પિતા પ્રભુલાલ લાલજીભાઇ પોપટને શરદી-તાવ જેવુ લાગતા 83 વર્ષના અમારા માતા લીલાવંતીબેનનો પણ કોરોના ટેસ્ટ કરાવતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો. ઘરમાં સગવડ હતી એટલે બંનેને હોમ કોરન્ટાઇન કર્યા. અમારા પિતાને થોડુ ઓછું સાંભળવા સિવાય બીજી કોઇ જ બીમારી ન હતી. જયારે અમારા માતાને હૃદયની બિમારી હતી.છેલ્લા ત્રણ વર્ષથી હ્રદય ફુલતું હતું. તેથી અમે ઓકિસજનના બાટલાની સુવિધા રાજકોટ અને મોરબીથી પુત્ર સહિત ચાર સભ્યોને લાવીને ઘરે જ ઉભી કરી હતી. પરંતુ અમારા માતા દસેક દિવસમાં ગુજરી ગયા, જેનો મારા પિતા સહિત અમને સૌને ખુબ આઘાત હતો એટલે અમારા પિતાને ઘરે સારવાર આપવા કરતાં સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવાનું અમો 3 ભાઈઓ નકકી કર્યુ.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-બનાસકાંઠાના ગામોમાં કોરોના બ્લાસ્ટઃ 40 ડીગ્રી ગરમીમાં દર્દીઓ દર્દીઓ શાળામાં, ઝાડ નીચે, ટેન્ટમાં સારવાર લેવા મજબૂર

અમારા પિતા પંદર દિવસ રાજકોટની સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ રહયા ત્યાં તેમની સારવાર સફળ રહી. અને હવે તે સાજા સારા થઇને ઘરે પરત ફર્યા છે.’ આ વાત કરે છે રાજકોટના પ્રભુલાલભાઇના પુત્ર સુરેશભાઇ. તેઓએ કહયું કે, 15 દિવસ સુધી સમરસ હોસ્ટેલમાં ધાર્મિક પુસ્તકો વાંચીને યોગ્ય સારવાર લઇ તેઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.’પ્રભુલાલભાઇને સારવાર તો શ્રેષ્ઠ મળી જ હતી.

આ પણ વાંચોઃ-એક, બે નહીં, 10 વખત કોરોના નેગેટિવ આવી મહિલા, તો પણ covid-19થી થયું મોત

આ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

સાથોસાથ તેમને સમરસની વ્યવસ્થાઓ પણ પસંદ પડી હતી. આ વિષે તેઓ કહે છે કે, ‘સમરસનો સ્ટાફ બાથરૂમ સુધી લઇ જતો. મારા ફળો ઘોઇને ડીસમાં સુધારીને આપે. જમવાનું પણ પોતાના હાથે જમાડતા. હું જમું નહીં તો પરાણે જમાડતા અને કહે કે જમશો તો જલ્દી સારૂ થઇ જશે.આમ હોસ્પિટલના તમામ સ્ટાફે અમારી સરસ કાળજી લીધી હતી.’‘મારો પુત્ર  અને પુત્રી પણ મારા માતા-પિતાની ઘરની સારવાર દરમિયાન  કોરોનાગ્રસ્ત થયા હતા. અને તેઓ બંને ઘરે  સારવાર લઇને જ કોરોનામુકત બન્યા છે.’ તેમ સુરેશભાઇએ વધુમાં જણાવ્યું હતું. સુરેશભાઇ અને તેમના પત્નીએ કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હતા. પરિવારના  સભ્યોને કોરોના આવ્યો છતાં આ દંપતિ કોરોનાના સંક્રમણથી બચી શક્યા છે. તેનો યશ સુરેશભાઇ કોરોનાની રસીને આપે છે.
Published by:ankit patel
First published:May 07, 2021, 23:30 pm

ટૉપ ન્યૂઝ