કોરોનાનો કહેર : રાજકોટ કલેક્ટરે નિર્ણય બદલ્યો, ચાની કીટલી અને પાનના ગલ્લા ચાલુ રહેશે

News18 Gujarati
Updated: July 6, 2020, 2:05 PM IST
કોરોનાનો કહેર : રાજકોટ કલેક્ટરે નિર્ણય બદલ્યો, ચાની કીટલી અને પાનના ગલ્લા ચાલુ રહેશે
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેર ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 442 પર પહોંચી, વધતા જતાં કેસને લઈને વેપારીઓને દુકાનનો સમય ઘટાડવા અપીલ.

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેર તેમજ જિલ્લા (Rajkot District)માં દિવસેને દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન કોરોના વાયરસ કાબૂમાં હતો પરંતુ અનલૉક પાર્ટ-1 (Unlock 1.0) તેમજ અનલૉક પાર્ટ-2 (Unlock 2.0)માં કોરોનાને કેસ દિવસેને દિવસે વધી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 232 પર પહોંચી છે. જ્યારે રજકોટ ગ્રામ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ની સંખ્યા 210 પર પહોંચી છે. આ અનુસંધાને રાજકોટના કલેક્ટર તરફથી સોમવારે સવારે રાજકોટ ગ્રામ્યમાં ચાની કીટલીઓ અને પાનના ગલ્લા મંગળવારથી બંધ રહેશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જોકે, બાદમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ચાની કીટલીઓ કે પાનના ગલ્લા બંધ રાખવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કલેક્ટરે પોતાનો નિર્ણય બદલ્યો

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 442 પર પહોંચી છે. વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આવતીકાલથી એટલે કે મંગળવારથી રાજકોટ જિલ્લામાં ચાની કીટલીઓ તેમજ પાનના ગલ્લા આઠ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તરફથી કરવામાં આવી હતી.  આ સાથે જ તેઓએ જિલ્લાના દરેક તાલુકામાં વેપારીઓ પોતાની રીતે દુકાન ધંધા-વેપારનો સમય ઘટાડે તેવી અપીલ પણ કરવામાં આવી છે. જોકે, બાદમાં કલેક્ટરે પોતાનો નિર્ણય બદલ્યો છે.

આ અંગે  બહાર પાડવામાં આવેલા  જાહેરનામાં પ્રમાણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ચાની કીટલી કે પાનના ગલ્લા બંધ નહીં રાખવામાં આવે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે ચાની કીટલી અને ગલ્લા ખુલ્લા રાખવામાં આવશે. લોકો ચાની કીટલી કે પાનના ગલ્લા કે પછી નાસ્તાની લારી પરથી પાર્સલ લઇને જઈ શકશે.

આ પણ વાંચો : 'આજ તેરા કિસ્સા હી ખતમ કર દેતા હું,' પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિનો હુમલો

વીડિયોમાં જુઓ  : રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

બીજી તરફ છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામકંડોરણા તાલુકામાં નોંધાવા પામ્યો છે. રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 22 જવાનોની ટીમ હાલ રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં NDRFની ટીમને કામગીરી અર્થે મોકલવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: July 6, 2020, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading