આનંદની ઘડી! રાજકોટના કોરોના દર્દીઓ સ્વસ્થ થવા લાગ્યા, હસી મજાક અને કરી રહ્યા છે પ્રાણાયમ


Updated: April 26, 2020, 11:43 PM IST
આનંદની ઘડી! રાજકોટના કોરોના દર્દીઓ સ્વસ્થ થવા લાગ્યા, હસી મજાક અને કરી રહ્યા છે પ્રાણાયમ
કોરોના દર્દીઓની તસવીર

જંગલેશ્વરના વિસ્તારના અગ્રણી સૈયદ મુન્નાબાપુ તેમજ ફિરોઝ ચુડાસમા નામના યુવાને આઈસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓને કસરત, યોગ અને પ્રાણાયામ કરાવે છે. આઠ બેડ વચ્ચે એક ટી.વી. છે.

  • Share this:
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot civil hospital) કોરોનાના (corona patient) દર્દીઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. જંગલેશ્વરના વિસ્તારના અગ્રણી સૈયદ મુન્નાબાપુ તેમજ ફિરોઝ ચુડાસમા નામના યુવાને આઈસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓને કસરત, યોગ અને પ્રાણાયામ કરાવે છે. આઠ બેડ વચ્ચે એક ટી.વી. છે જેમાં ક્યારેક કંટાળો આવે તો ગીતો વગાડીએ છીએ.

ફિરોઝભાઈ કહે છે કે બધા લોકો સાજા નરવા છે, કોઇને તાવ પણ નથી આવતો, સમય પસાર કરવા માટે મોબાઈલમાં મસ્ત હોય છે અથવા એકબીજા સાથે વાતો કરીને મસ્તી મજાક કરીએ છીએ. તમામ પ્રકારની સુવિધાઓ છે પણ એક જ જગ્યાએ કેદ છીએ એટલે ઝડપથી રજા મળે તો જવાની ઈચ્છા છે.

આ પણ વાંચોઃ-lockdown: મહારાષ્ટ્રે છ રાજ્યોને પોતાના 3.5 લાખ પ્રવાસીયોને પરત લઈ જવા કરી અપીલ

જે રીતે રાજકોટના સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારમાં આવ્યા છે ત્યારે મોટા ભાગના લોકોને અઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યાં પણ દર્દીઓને રાખવામાં આવ્યા છે ત્યાં તંત્ર દ્વારા તમામ પ્રકારની ખુબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-કોરોના સામે જિંદગી જીતી! સુરતમાં બે માસુમ બાળકોએ કોરોનાને માત આપી આવ્યા ઘરે

રાજકોટના દર્દીઓ ધીમે ધીમે સાજા થઇ રહ્યા છે, રાજકોટ માટે સારા સમાચાર એ પણ છે કે છેલ્લા ત્રણ દિવસમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ ગઈ કાલે એક સાથે ચાર કેસ નોંધાયા હતા. જ્યાં પણ પોઝિટિવ કેસ આવી રહ્યા છે.આ પણ વાંચોઃ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, બે ખેતમજૂરો પર વીજળી પડતા એકનું મોત

આ તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે આરોગ્યની ચકાસણીની કાર્યવાહી પણ કરી રહી છે, એટલું જ નહિ આસપાસના વિસ્તારોમાં પણ રહેતા લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.
First published: April 26, 2020, 11:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading