corona સામે લડવા માટે IMA રાજકોટ દ્વારા 'કોરોના લોક દરબાર' યોજાશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે?


Updated: September 19, 2020, 8:01 PM IST
corona સામે લડવા માટે IMA રાજકોટ દ્વારા 'કોરોના લોક દરબાર' યોજાશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે?
પ્રતિકાત્મક તસવીર

હવે તબીબો લોકોની વ્હારે આવ્યા છે અને લોકોના મનમાં ઉપજતા પ્રશ્નોના જવાબ હવે રાજકોટના ખાનગી તબીબોએ આપવાનો નિર્ણય કર્યો છે.

  • Share this:
રાજકોટઃ જે રીતે અમદાવાદ (Ahmedabad) અને સુરત (sruat) બાદ હવે રાજકોટમાં (Rajkot) કોરોનાની મહામારી (coronavirus) જોવા મળી રહી છે. દરરોજ પોઝિટિવ કેસીની (corona positive case) સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આવા સમયે હવે તબીબો લોકોની વ્હારે આવ્યા છે અને લોકોના મનમાં ઉપજતા પ્રશ્નોના જવાબ હવે રાજકોટના ખાનગી તબીબોએ આપવાનો નિર્ણય કર્યો છે જે અનુસંધાને રાજકોટના નિષ્ણાત તબીબો ફેસબુકના (facebook live) માધ્યમથી દરરોજ રાત્રે લાઈવ થશે અને લોકોના પ્રશ્નોના જવાબ આપશે.

IMA રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડયા, ગુજરાતના ઉપપ્રમુખ ડો.હિરેન કોઠારી, રાજકોટના પ્રમુખ ડો.જય ધીરવાણી, સેક્રેટરી ડો.રૂકેશ ઘોડાસરા સહિતના તબીબો આગેવાનોના માર્ગદર્શન હેઠળ લોકો માટેના લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંકલન ડો.ચેતન લાલસેતા અને ડો.પારસ શાહ કરે છે.

આગામી 21 તારીખને સોમવારથી 15 દિવસ સુધી દરરોજ રાત્રે 10 વાગ્યે ઇન્ડીયન મેડિકલ એસોસીએશનના ફેસબુક પેઇઝ પરથી રાજકોટના નિષ્ણાત તબીબો લાઇવ થઇ લોકોના પ્રશ્નોના જવાબ આપશે. દુનિયાભરના કોઇપણ ખૂણે બેઠેલ વ્યકિત લાઇવમાં જોડાઇ કોમેન્ટ બોકસમાં પોતાના પ્રશ્નો પૂછી શકશે અને કોરોના સારવાર સાથે સંકળાયેલાં નિષ્ણાંત તબીબો ત્વરીત આ સવાલના જવાબ આપશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીની નવી કિંમતો જાહેર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

આ પણ વાંચોઃ-FACT Check: શું મોદી સરકાર દરેક ઘર ઉપર ફ્રીમાં સોલર પેનલ લગાવી રહી છે? જાણો સચ્ચાઈIMA રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છેકેદ્વારા આગામી તારીખ 21ને સોમવારથી દરરોજ રાત્રે 10 વાગ્યે ફેસબુક પેઇઝ IMA Rajkot પર રોજ અલગ અલગ નિષ્ણાત તબીબી માર્ગદર્શન આપશે.

જેમાં તારીખ 21 ના ડો.મયંક ઠકકર, ડો.વિશાલ સાદાટીયા, તારીખ 22ના ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વીજયસિંહ જાડેજા, તારીખ 23ના ડો.જયેશ ડોબરીયા, ડો.જીગર પાડલીયા, તારીખ 24 ના ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, તારીખ 25 ના ગર્ભાવસ્થા અને કોરોના વિશે ડો.કમલ ગોસ્વામી, તારીખ 26 ના કોરોના અને બાળકો વિશે ડો.દિવ્યાંગ ભિમાણી અને ડો.મિતુલ કથળીયા માર્ગદર્શન આપશે. લાઇવ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત તબીબો લોકોને માર્ગદર્શન આપશે.
Published by: ankit patel
First published: September 19, 2020, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading