રાજકોટમાં કોરોનાના ડરથી લોકો અસ્થિ લેવા પણ નથી આવતા! ત્રણ મહિનામાં 1,000 અસ્થિ એકઠા થયા

રાજકોટમાં કોરોનાના ડરથી લોકો અસ્થિ લેવા પણ નથી આવતા! ત્રણ મહિનામાં 1,000 અસ્થિ એકઠા થયા
ત્રણ મહિનામાં 1,000 અસ્થિ એકઠા થયા.

રાજકોટના ફક્ત એક જ સ્મશાનના છેલ્લા ત્રણ મહિનાની વિગત જોઈએ તો શહેરમાં રામનાથપરા સ્મશાન ગૃહમાં 1,000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા હોવાનું સ્મશાનગૃહના સંચાલકોનું કહેવું છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં દિવસને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના કેસની સામે મૃત્યુઆંક (Death) પણ વધી રહ્યો છે. સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે વેઇટિંગ (Waiting for funeral) જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજકોટ શહેરમાં (Rajkot city) સતત વધી રહેલું સંક્રમણ અને મૃત્યુઆંક ચિંતાનો વિષય બની ગયો છે. કોરોનાથી થતા મૃત્યુ બાદ સ્મશાનમાં મૃતકના અસ્થિ રાખવામાં આવે છે. જોકે, કેટલાક પરિવારજનો ડરના કારણે અસ્થિ લેવા પણ આવતા ન હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

રાજકોટના ફક્ત એક જ સ્મશાનના છેલ્લા ત્રણ મહિનાની વિગત જોઈએ તો શહેરમાં રામનાથપરા સ્મશાન ગૃહમાં 1,000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા હોવાનું સ્મશાનગૃહના સંચાલકોનું કહેવું છે. રાજકોટ રામનાથપરા સ્મશાન ગૃહના સંચાલક શ્યામભાઇ પાનખાણીયાએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. આ કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. કોરોનાથી થતા મોત બાદ મૃતકના સ્વજનો ડરના કારણે અસ્થિ લેવા ન આવતા હોવાની માહિતી સામે આવી રહી છે.આ પણ વાંચો:  લાલ ગ્રહ મંગળ ઉપર વાદળી રંગના ટેકરાનું રહસ્ય શું? એક ક્લિકમાં જાણો માહિતીએક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં પાછલા વર્ષે 2020માં લગભગ 4,000 જેટલા અસ્થિનું વિસર્જન સ્મશાન ગૃહ દ્વારા હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં 1,000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા છે. લોકોમાં કોરોનાનો કેટલો ફફડાટ છે તે આના પરથી સમજી શકાય છે.

આ પણ વાંચો: ફોર્ચ્યુનર કાર ચાલકે પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા, જુઓ હચમચાવી દેતા અકસ્માતની તસવીરો

ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષ કરતા કોરોનાની બીજી લહેર ગંભીર હોવાનું સ્મશાનમાં પડેલા અસ્થિ પરથી સાબિત થઇ શકે છે. મહત્ત્વનું છે કોરોનાની બીજી લહેરમાં પરિવારના સભ્યો પણ સંક્રમિત થઈ રહ્યા છે. એટલે કે પરિવારના એક સભ્યને કોરોના થયો હોય તો આખા પરિવારને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે.

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત

બીજી તરફ રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સોમવારે બપોર સુધીમાં જ શહેરમાં 250 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે રાજકોટમાં 405 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં આજ દિવસ સુધી કોરોનાના કુલ 22,886 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. બીજી તરફ રાજકોટના ગોંડલમાં સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ટેસ્ટિંગ કિટ ખૂટી પડી હોવાનું માલુમ પડ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: મહિલાએ મોબાઇલ નંબર આપવાનો ઇન્કાર કરતા નરાધમે લિફ્ટમાં કરી ગંદી હરકત

એવો પણ અહેવાલ પ્રાપ્ત થયો છે કે રાજકોટ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વૉરન્ટીન થયા છે. મનોહરસિંહ જાડેજા સહિત રાજકોટ પોલીસના 90 પોલીસકર્મીને કોરોના થયો હોવાનું માલુમ પડ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:April 12, 2021, 14:18 pm