રાજકોટઃ હાલ રાજકોટ (rajkot) સહિત સમગ્ર ગુજરાતભરમાં (Gujarat) કોરોના વાયરસનો (coronavirus) કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ (Night curfew) યથાવત્ રહેશે તેવી જાહેરાત પણ કરી હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurashtra university) દ્વારા પહેલી ડિસેમ્બરથી બીએ, બીકોમ, બીએસસી, સેમેસ્ટર 5 સહિતની પરીક્ષાઓ (exams) શરૂ થવાની હતી. તે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
આગામી ડિસેમ્બર મહિના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક મળશે. જે બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેશે. તેમજ પરીક્ષા અંતર્ગત કયા ક્યાં નીતિ નિયમોનું પાલન કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોનું માનીએ તો કોરોના સંક્રમણ વધુ નહિ ફેલાય તો પરીક્ષા 15મી ડિસેમ્બર બાદ ગમે ત્યારે લેવાય શકે છે. જે બાબતની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી બેઠકમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ-OMG! પાંચ વર્ષના બાળકના પેટમાંથી મળ્યું સાપ જેવું ત્રણ ફૂટ લાંબુ ગુંચડું, જોઈને ડોક્ટરો પ
ઉલ્લેખનીય છે કે હાલ કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરાઇ ચૂક્યા છે. તો કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને તારીખ અને સમય પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાની તારીખ પાછી ઠેલાતા કેટલાક વિદ્યાર્થીઓએ રાહતના શ્વાસ લીધા હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું
આ પણ વાંચોઃ-આશ્ચર્યજનક કિસ્સો! 18 મહિનાથી શૌચ કરવા નથી ગયો આ યુવક, રોજ ખાય છે 18થી 20 રોટલીઓ
કારણકે સતત કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે કેટલીક કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ મોડું શરૂ થયું હતું. જેના કારણે કેટલીક કોલેજો દ્વારા સમયસર અને પદ્ધતિસર વિદ્યાર્થીઓ ને સેમસ્ટરમાં આવતા વિષયોનું પૂરતું જ્ઞાન ન આપ્યું હોવાની પણ ફરિયાદો ઉઠતી રહી છે.
ઉલ્લેખનીય છેકે દિવાળીના તહેવારો દરમિયાન લોકોની બેદરકારીના કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આ ચાર શહેરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવોમાં આવ્યો છે.