કોરોના ઈફેક્ટ : મનાઈ છતાં પાનના ગલ્લા-હોટલો ખુલ્લી રહેતા પોલીસે કાર્યવાહી શરૂ કરી


Updated: March 21, 2020, 5:54 PM IST
કોરોના ઈફેક્ટ : મનાઈ છતાં પાનના ગલ્લા-હોટલો ખુલ્લી રહેતા પોલીસે કાર્યવાહી શરૂ કરી
હોટલો ગલ્લા ખુલ્લા રાખનારા સામે પોલીસની કાર્યવાહી.

જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો તે જંગલેશ્વર વિસ્તારમાં ખાસ મનપા દ્વારા સમગ્ર વિસ્તારના ઘરોમાં રહેતા લોકોની ચકાસણી કરવામાં આવી છે.

  • Share this:
રાજકોટ : શહેરમાં કોરોના વાયરસ (Coronavirus Positve Case in Rajkot)નો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. પોઝિટિવ કેસ (Positive Case)આવતા જ સમગ્ર જિલ્લા (Rajkot District) વહીવટી તંત્ર, મનપા (Rajkot Municipal Corporation) અને પોલીસ (Rajkot Police) સહિતના અલગ અલગ વિભાગોએ કોરોના સામે લડવા લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કોરોનાને અટકાવવા સાવચેતીના ભાગરૂપે રાજકોટમાં કલમ 144 પણ લગાવી દેવામાં આવી હતી. બીજી તરફ પોલીસે ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા પાનના ગલ્લા અને હોટલો તેમજ રેસ્ટોરન્ટ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો તે જંગલેશ્વર વિસ્તારમાં ખાસ મનપા દ્વારા સમગ્ર વિસ્તારના ઘરોમાં રહેતા લોકોની ચકાસણી કરવામાં આવી છે. અહીં 24 કલાક આરોગ્ય કેન્દ્ર પર ડૉક્ટરની ટીમ પણ રાખવામાં આવી છે. સાથે જ ભક્તિનગર પોલીસ મથક હેઠળ આવતા જંગલેશ્વર વિસ્તારમાં પણ પોલીસ દ્વારા લોકોને કોરોના સામે સતર્ક રહેવા સૂચનાઓ અપાઈ હતી. પોલીસ વેન મારફતે લોકોને કોરોનાથી કઈ રીતે તકેદારી રાખવી તેનું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું.આ પણ વાંચો : રેલવે મંત્રાલયની અગત્યની જાહેરાત : આ ટ્રેનોમાં સફર કરીને આવ્યા છો તો સાવધાન!

બીજી તરફ લોકોની સાવચેતીના ભાગરૂપે જયારે શહેરમાં કલમ 144 લાગેલી છે ત્યારે ચા, પાના કે લારી-ગલ્લા કે જ્યાં લોકો વધારે ભીડ થતી હોય છે તેને પોલીસે બંધ કરાવ્યા હતા. પોલીસે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. ભક્તિનગર પોલીસ દ્વારા ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ બંધ રાખવા સૂચનાઓ અપાઈ હતી છતાં પલંગ ચોકમાં આવેલો એક પાનનો ગાલ્લો તેમજ સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલ એક પાનનો ગલ્લો ખુલ્લો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :  કોરોના પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આવનારા અઠવાડિયા અતિ મહત્ત્વપૂર્ણ' 

સાથે જ શહેરના એ ડીવીઝન વિસ્તારમાં જ્યારે પોલીસ સ્ટાફ ચેકિંગ કર્યું ત્યારે બંસીધર રેસ્ટોરન્ટ તેમજ મમતા ડાઈનિંગ હોલમાં સરકારની ગાઈડલાઈન મુજબ જરૂરી તકેદારી નહીં રાખી હોવાથી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर