રાજકોટ: સસ્તા અનાજમાંથી નીકળ્યો મૃત ઉંદર, કોંગ્રેસે કર્યો વિરોધ

News18 Gujarati
Updated: April 16, 2018, 4:34 PM IST
રાજકોટ: સસ્તા અનાજમાંથી નીકળ્યો મૃત ઉંદર, કોંગ્રેસે કર્યો વિરોધ
News18 Gujarati
Updated: April 16, 2018, 4:34 PM IST
રાજકોટ:  BPL કાર્ડ ધારકોને સસ્તા ભાવમાં અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનો અનાજ લેવા માટે જતા હોય છે. પરંતુ સરકારી બાબુઓ આ અનાજની જાળવણી વ્યવસ્થિત રીતે કરતા નથી. ત્યારે રાજકોટની સસ્તા અનાજની દુકાનમાં અનાજમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. અને એ પણ સુકાય ગયેલી હાલતમાં. ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ ઉંદર કેટલા સમયથી અનાજમાં પડ્યો હશે?

આ ઘટના રાજકોટના ઘાંચીવાડ વિસ્તારમાં બની છે. અહીં અનાજના ઢગલામાંથી સુકાય ગયેલો મૃત ઉંદર મળી આવ્યો છે. જેને લઈને કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા.  કોંગ્રેસના કાર્યકરો આ મૃત ઉંદરને લઈને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. કાર્યકરોએ કલેક્ટર સમક્ષ જ તેમના ટેબલ પર મૃત ઉંદર અને અનાજનો ઢગલો કર્યો હતો. જેથી કલેક્ટર પણ રોષે ભરાયા હતા.આ દરમિયાન કલેકટર અને કોંગ્રેસ આગેવાન વચ્ચે ભારે ગરમા ગરમી થઈ હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોને ચેમ્બર બહાર કાઢવામાં આવ્યા હતા. અને કલેકટર દ્વારા કોંગ્રેસના લોકોને જિલ્લા પુરવઠા અધિકારીને મળવાની સૂચના આપી હતી.

First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर