Home /News /kutchh-saurastra /

ગુરુ-ચેલા સામ-સામે: અવચર નાકીયાની જસદણ બેઠક માટે કોંગ્રેસે કરી પસંદગી

ગુરુ-ચેલા સામ-સામે: અવચર નાકીયાની જસદણ બેઠક માટે કોંગ્રેસે કરી પસંદગી

એક સમયે છકડો ચલાવનારા અવચર નાકીયાની જસદણ બેઠક માટે કોંગ્રેસે પસંદગી કરી

જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે અવચર નાકીયાનું નામ જાહેર કર્યું

    જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે અવચર નાકીયાનું નામ જાહેર કર્યું છે. તે રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ અને બે ટર્મથી પીપરડી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયા છે. વર્તમાન જ‍િલ્લા પંચાયતનાં સભ્ય છે. અવચર નાકીયા કુંવરજી બાવળીયાના ખૂબ જ નજીકનાં મનાય છે. અને રાજકારણમાં કુંવરજી બાવળીયા લાવ્યા હતા અને વિંછીયા અને જસદણ પંથકનાં કોળી સમાજમાં અવસર નાકીયા સારી પકડ ધરાવે છે. તેમજ કોળી સમાજનાં મન દુ:ખનાં તમામ પ્રસંગે હાજરી આપે છે.

    કુંવરજી બાવળીયા સાથે રહીને કોળી સમાજ સહિત અન્ય સમાજમાં પણ અવચર નાકીયાની પકડ છે. જે વાતને ધ્યાને લઇને કોંગ્રેસે અવચર નાકીયાની પસંદગી કરી છે. ત્યારે જસદણ વિધાનસભાની પેટા ચુંટણીનો રંગ જામશે અને ગુરૂ ચેલા સામ સામે ચૂંટણી લડશે.

    એક સમયે છકડો રીક્ષા ચલાવનારા નાકીયાની રાજકીય સફર
    અવચર નાકીયા વિછીંયા તાલુકાના આસલપર ગામે રહે છે. જો કે અવચર નાકીયા રાજકારણમાં આવ્યા પહેલા અને રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા. નાકીયાનો જન્મ 4 જુલાઈ 1972ના રોજ આસલપુર ગામ થયો હતો અને ચાર ભાઇનો પરિવાર છે. અવચર નાકીયાએ આસલપુરની સરકારી પ્રાથમ‍િક શાળામાં ધોરણ-6 સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કર્યા બાદ આસલપુરથી વિછીંયા સુધી છકડો રીક્ષા ચલાવતા હતા અને 1995માં ગીતાબેન સાથે લગ્ન થયા હતા. અવચર નાકીયાને સંતાનમાં 5 છોકરીઓ છે અને એક છોકરો છે. અવચર નાકીયાની ઉમર 47 વર્ષની છે.

    આ પણ વાંચો - કુંવરજી બાવળિયા પાસે રૂ. 21 લાખની થાપણ, હાથ પર રૂ. 50 હજાર

    કોળી સમાજને રિઝવવા ગુરુ-ચેલા સામસામે
    કોળી સમાજની લાગણીથી તેઓ સતત બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. કુંવરજી બાવળીયા સામે અવચર નાકીયાની ટક્કરથી સ્થાન‍િક કોળી સમાજની પણ તુલના થશે કે આવનારી પેઢીનાં મતદારો કુંવરજી બાવળીયા સાથે રહેશે કે પછી કોંગ્રેસનાં અવચર નાકીયા સાથે આ ચૂંટણી ગુજરાતનાં મુખ્ય બન્ને રાજકીય પક્ષની પણ તુલના થશે કારણ કે આજદીન સુધી કોળી સમાજ કુંવરજી બાવળીયા સાથે રહીને કોંગ્રેસને જીતાડતો હતો અને આજ પછી કોની સાથે રહેશે કોળી સમાજ કોને જીતાડશે અને ક્યાં પક્ષને તેનાં પર બન્ને રાજકીય પક્ષો અને રાજકીય પંડ‍િતોની નજર છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Avchar Nakiya, Congress party, Jasdan bypoll

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन