પોતાની આગવી ભાષા શૈલીથી જસદણ ચૂંટણીસભામાં ઉપસ્થિત તમામ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. સિદ્ધુએ પોતાની સ્પિચ દરમિયાન 10થી વધુ વખત ઠોકો તાલી ઠોલી બોલ્યું. તો પોતાના શાયરાના અંદાજમાં મોદીથી લઇને રૂપાણી અને બાનળિયાને આડે હાથ લીધા હતા.
પોતાની સ્પીચની શરૂઆત સિદ્ધુએ શાયરીથી કરી જેમાં તેઓએ જણાવ્યું કે ઠાકોર તો ગયો, મામા ભી ગયો ઔર બાવરિયા ભી ગયો, સિદ્ધુએ કહ્યું કે યે બાવરિયા કો નીકાલો ઔર ફેંક ડાલો, હમને બાવળિયા કો ફેંક દીયા અબ યેં કહા કહા ચૂંભેગા.
'હર દિન દુખી મનમેં તુમ્હે ઉમંગ નયી ભરની હેં, હર આશાહીન હ્યદય મેં તરંત તુમ્હે ભરની હેં, મહાભારત હર યુગ કી અટલ જરૂરત હેં. બનકે અર્જુન સચ્ચાઇ કી જંગ તુમ્હેં લડની હેં' સિદ્ધુએ કહ્યું કે સચ્ચાઇની જંગ અને ખેડૂતોની પાઘડી માટે સિદ્ધુ આજ આવ્યો છે.
અન્ય એક શાયરીમાં સિદ્ધુએ કહ્યું કે ના મોદી બચેંગા ના રૂપાણી બચેગા, અંધા ગુરુ, બહેરા ચેલા દોનો નરક મેં ઠેલંઠેલા.. ઠોકો તાલી ઠોકો. વધુમાં સિદ્ધુએ કહ્યું કે મચ્છરને કપડાં પહેરાવવા, હાથીને ગોદમાં લેવો અને ભાજપ પાસેથી સત્ય બોલાવવું બંને અસંભવ છે.
મોદીની નકલ કરતાં સિદ્ધુએ કહ્યું કે ''કિશાન ભાઇઓ, 15 લાખ આવશે, કાલાધન વાપસ આયેંગા, તુમ્હારી જેબ મેં સિધા આયેંગા. મીલા ક્યા બાબાજી કા ઠુલ્લુ''
સિદ્ધુએ જસદણ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને પાસે બોલાવીને શાયરી કરી કે આયુ થોડી બડી હેં, પર ઉત્સાહ આજભી વહીં હેં, નદી થોડી સૂખી હેં, પર પાની કા પ્રવાહ આજભી વહીં હેં.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર