સરકાર ખેડૂતોને 7 દિવસમાં સંપૂર્ણ પાક વીમો નહીં આપે તો આંદોલન કરીશું : હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: November 5, 2019, 12:34 PM IST
સરકાર ખેડૂતોને 7 દિવસમાં સંપૂર્ણ પાક વીમો નહીં આપે તો આંદોલન કરીશું : હાર્દિક પટેલ
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

'ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે, અને આ માટે યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો માટે ઉગ્ર આંદોલન કરવું પડશે.'

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : ગુજરાત કોંગ્રેસનાં (Gujarat Congress) નેતા હાર્દિક પટેલ (Hardik Patel ) આજે રાજકોટનાં યાર્ડનાં વેપારી આગેવાનો અને કિસાન સંઘનાં આગેવાનો મળ્યાં હતાં. જ્યાં ગુજરાત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા જણાવ્યું કે, ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે, અને આ માટે યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો માટે ઉગ્ર આંદોલન કરવું પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દેવું જોઇએ.

'તાત્કાલિક પાક વીમો આપવો જોઇએ'

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ખેડૂતોનાં પ્રશ્નો અંગે વાત કરતા જણાવ્યું કે, 'મુખ્યમંત્રી, કૃષિમંત્રી સૌરાષ્ટ્રનાં છે પરંતુ કોઇ મંત્રીએ સૌરાષ્ટ્રનાં ખેડૂતોને નુકસાન થયું તે બાદ તેમના મળ્યાં પણ નથી. ત્રણ-ત્રણવાર ખેડૂતોને નુકસાન થયું છે. તેથી ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવામાં આવે. જો આવું નહીં થાય તો અમે ખેડૂતો સાથે મળીને આંદોલન કરીશું. આ સરકાર ખેડૂતો સાથે મઝાક કરી રહી છે. ખેડૂતોનાં અનેક પ્રશ્નો વર્ષોથી ત્યાંના ત્યાં જ છે એટલે આ સરકાર ખેડૂતોનાં પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ ગઇ છે. તેથી મુખ્યમંત્રીને રાજીનામું આપી દેવું જોઇએ.'

'ખેડૂતો માટે પ્રતિક ઉપવાસ'

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, ' જો સરકાર ખેડૂતોને તરત મદદ નહીં કરે તો પ્રતિક ઉપવાસ કરીશું. ગામડે ગામડે જઇને ખેડૂતોને ભેગા કરીશું અને મોટું આંદોલન કરવામાં આવશે. અમે ખેડૂતોનો અવાજ બનવા પ્રયાસ કરી રહ્યાં છીએ. મગફળી અને કપાસમાં સંપૂર્ણ નુકશાન છે તો વિનંતી છે કે, જલ્દીથી સંપૂર્ણ પાક વિમો આપવામાં આવે. જો 7 દિવસમાં પાક વિમો નહીં આપવામાં આવે તો ખેડૂત આંદોલન થશે. રાજકોટનાં કલેક્ટરને મળીને તત્કાલીન વીમો આપવા માંગ કરીશું. જિલ્લા પંચાયત તોડવાનાં પ્રયાસ સરકાર કરવા મથે છે. પરંતુ ખેડૂતો માટે કોઈ કામ નથી કરતા ખેડૂતો સાથે સરકાર મજાક કરી રહી છે.'હાર્દિક પટેલે ટ્વિટર પર એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં ગુજરાત સરકાર સામ લાલ આંખ કરી છે.
First published: November 5, 2019, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading