રાજ્યસભા ચૂંટણી : મંત્રી પદ નથી મળ્યું તેવા બે બીજેપી MLA કૉંગ્રેસના સંપર્કમાં હોવાનો હાર્દિક પટેલનો દાવો

News18 Gujarati
Updated: June 10, 2020, 12:16 PM IST
રાજ્યસભા ચૂંટણી : મંત્રી પદ નથી મળ્યું તેવા બે બીજેપી MLA કૉંગ્રેસના સંપર્કમાં હોવાનો હાર્દિક પટેલનો દાવો
હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

  • Share this:
ગાંધીનગર : આગામી 19મી જૂનના રોજ યોજનારી રાજ્ય સભાની ચૂંટણી (Rajya Sabha Election) ખૂબ જ રસપ્રદ બની છે. કૉંગ્રેસ (Congress)નાં કુલ આઠ ધારાસભ્ય (MLAs)ના રાજીનામાં બાદ ભાજપ ત્રણ બેઠક પર જીત થશે તેવો દાવો કરી રહ્યું છે. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક જીતવા માટે કૉંગ્રેસ પાર્ટીએ પણ કમર કસી છે. જે પ્રમાણે વધારે ધારાસભ્યો ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને અલગ અલગ જગ્યા પર રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે. હાર્દિક પટેલ (Hardik Patel)ના કહેવા પ્રમાણે ભાજપના બેથી ત્રણ ધારાસભ્યો કે જેઓ મંત્રી પદ ન મળવાને કારણે અસંતુષ્ટ છે તેઓ કૉંગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે.

હાર્દિક પટેલનો દાવો

રાજકોટ ખાતે એક રિસોર્ટમાં રોકાયેલા કૉંગ્રેસના 18 ધારાસભ્યોને આજે પરેશ ધાનાણીના ગઢમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્ય ગઢડા થઈને ધારી જવા માટે નીકળ્યા છે. ધારાસભ્યો ધારી માટે રવાના થાય તે પહેલા ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના બંને ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા થશે. કૉંગ્રેસને જીત માટે મત ખૂટે છે ત્યારે કેવી રીતે જીત થશે તેવો સવાલ કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મંત્રીપદ નથી મળ્યું તેવા ભાજપા બે જૂના ધારાસભ્યો કૉંગ્રેસ હાઇકમાન્ડના સંપર્કમાં છે. આ મામલે 15-16 તારીખ સુધીમાં બંને ધારાસભ્યો સાથે સંકલન થઈ જશે.

આ પણ વાંચો : હીરા દલાલની હત્યામાં નવો વળાંક, રૂ. 30 લાખ ન આપવા પડે તે માટે કૉલગર્લના નામે બદનામ કર્યો

બીટીપી અને NCPનો મત કૉંગ્રેસને મળશે : પરેશ ધાનાણી

આ દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા દાવો કર્યો હતો કે, એનસીપી તરફથી તેના ધારાસભ્યને કૉંગ્રેસને મત આપવા માટે વ્હીપ જારી કરી દીધો છે. આ ઉપરાંત બીટીપીના બંને ધારાસભ્યો પણ કૉંગ્રેસને જ મત આપશે, આ માટે વાતચીત ચાલી રહી છે. 

ક્યા ક્યા ધારાસભ્યો રાજકોટથી ગઢડા ગયા?

1. પરેશ ધાનાણી
2. લલિત વસોયા
3. લલિત કગથરા
4. વિક્રમ માડમ
5. ભગાભાઈ બારડ
6. હર્ષદ રિબડિયા
7. ભીખાભાઈ જોશી
8. ચિરાગ કાલરિયા
9. પ્રવીણ મુછડીયા
10. વિમલ ચુડાસમા
11. બાબુભાઈ વાંઝા
12. પુંજાભાઈ વંશ
13. જાવેદ પીરઝાદા
14. પ્રતાપ દુધાત
15. વીરજી ઠુમ્મર
16. કનુભાઈ બારૈયા
17. મોહન વાળા
18. સંતોકબેન આરેઠિયાના પતિ

આ પણ વાંચો :લૉકડાઉનથી આર્થિક ભીંસ વધતા બેકાર બનેલા રત્નકલાકારનો આપઘાત

રાજ્ય સભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવાર મેદાનમાં?

19મી જૂનના રોજ યોજનાર રાજ્યસભાની ચૂંટણીમાં જે પાંચ ઉમેદવારો છેતેમાં ભાજપના અભય ભારદ્વાજ, રમિલા બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીન મેદાનમાં છે. કૉંગ્રેસમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ મેદાનમાં છે.

કૉંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામાં

કરજણ : અક્ષય પટેલ
કપરાડા : જીતુ ચૌધરી
મોરબી : બ્રિજેશ મેરજા
ધારી : જે.વી.કાકડિયા
લીંબડી : સોમા પટેલ
અબડાસા : પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડા : પ્રવિણ મારૂ
ડાંગ : મંગળ ગાવિત

ગુજરાત વિધાનસભાની સ્થિતિ :

બીજેપી : 103
કૉંગ્રેસ : 65
અપક્ષ : 1
એનસીપી : 1
બીટીપી : 2
કુલ : 172
First published: June 10, 2020, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading