રાજકોટઃ કોંગ્રેસે રામધૂન બોલાવીને નવા ટ્રાફિક નિયમનો વિરોધ કર્યો

News18 Gujarati
Updated: September 18, 2019, 3:27 PM IST
રાજકોટઃ કોંગ્રેસે રામધૂન બોલાવીને નવા ટ્રાફિક નિયમનો વિરોધ કર્યો
રાજકોટ કોંગ્રેસના કાર્યકરોની તસવીર

જે રીતે હેલ્મેટ અને સીટબેલ્ટ સહિતના કાયદાનો વિરોધ જોવા મળ્યો છે ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પંચાયત ચોક ખાતે ત્રણ દિવસ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયત ચોક (Jilla Panchayat) ખાતે કોંગ્રેસ દ્વારા સીટબેલ્ટ અને હેલ્મેટના કાયદાનો (New Traffic rules) વિરોધ કરવામાં આવ્યો. મંજૂરી વગર ધરણાં કરતાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે (Police)અટકાયત કરી હતી. અટકાયત કરેલા કોંગ્રેસના (Congress workers) કાર્યકરોએ હેડ ક્વાર્ટર ખાતે રામધૂન (Ramdhun)બોલાવી હતી.

જે રીતે હેલ્મેટ અને સીટબેલ્ટ સહિતના કાયદાનો વિરોધ જોવા મળ્યો છે ત્યારે રાજકોટ (Rajkot)કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પંચાયત ચોક ખાતે ત્રણ દિવસ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ કાર્યકર્મ ને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહતી.

જોકે કોંગ્રેસી આગેવાનો પણ કાર્યક્રમ કરવા મક્કમ હતા પરંતુ પોલીસે કોંગ્રેસ શહરે પ્રમુખ, વિરોધપક્ષના નેતા સહિત ના આગેવાનોની અટકાયત કરી હતી. તો બીજી તરફ જે રીતે કોંગ્રેસ આજથી ત્રણ દિવસ જિલ્લા પંચાયતચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાની ચીમકી આપવામાં આવી તેને પગલે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખ્યો છે.

આ પણ વાંચોઃ-વિંછીયામાં જુગારના દરોડામાંથી 8.48 લાખની કટકી કરનાર પાંચ કૉન્સ્ટેબની ધરપકડ

આજે વિરોધ કરી રહેલા ૩૫ જેટલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસ હેડક્વાર્ટર રાખવામાં આવ્યા હતા જ્યાં કાર્યકરોએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
First published: September 18, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading