રાજકોટઃ 'સાહેબ, મારા બાપને મારનારનું નામ ન આપ્યું એટલે કાળુને પતાવી દીધો,' હત્યારાની કબૂલાત

રાજકોટઃ 'સાહેબ, મારા બાપને મારનારનું નામ ન આપ્યું એટલે કાળુને પતાવી દીધો,' હત્યારાની કબૂલાત
આરોપીઓ અને ઘટના સ્થળની તસવીર

મયુરસિંહ અને તેનો મિત્ર અમીત જેઠવા સિવિલ હોસ્પિટલ ચોક હતા ત્યારે કાળુ પરમાર સાથે  ભેટો થયો અને બંન્ને વચ્ચે સહદેવસિંહની મોત અંગે ચર્ચા થતા મયુરસિંહ અને કાળુ પરમાર વચ્ચે બોલાચાલી થઇ હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટમાં (Rajkot) બુધવારની રાત્રે સિવિલ હોસ્પિટલ ચોકમાં (civil hospital) સામાન્ય બોલાચાલી લોહિયાળ બની હતી. એક પ્રૌઢનું તેની સાથે બેસેલા બે શખ્સોએ જ ઢીમ ઢાળી દીધું હતું.જો કે પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો છે ત્યારે કોણ છે આ શખ્સો અને શા માટે કરી હત્યા કરી તેણે પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના ટ્રાફિકથી ધમધમતા સિવિલ હોસ્પિટલ ચોકમાં એક સામાન્ય બોલાચાલી લોહિયાળ બની ગઇ હતી. રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં (Rajkot police control room) સમાચાર મળ્યા કે એક પ્રૌઢ લોહીલુહાણ હાલતમાં પડેલા છે. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે આ પ્રૌઢનું નામ કાળુ પરમાર છે. અને તે વિંછીયા તાલુકાના પીપરડી ગામનો રહેવાસી છે.આસપાસના સીસીટીવી ફુટેજ અને પોલીસમાં માલુમ પડ્યું કે કાળુ પરમાર સાથે અન્ય બે શખ્સો હતા જેને જ કાળુ પરમારની હત્યા કરી છે. જેના આધારે પોલીસે મયુરસિંહ ગોહિલ અને અમિત જેઠવા નામના બંન્ને શખ્સોને કોર્ટ નજીક આવેલા ટ્રક સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ-વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત

શા માટે કરી હત્યા ?
સમગ્ર મામલે ન્યુઝ ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મયુરસિંહ ગોહિલના પિતા સહદેવસિંહ અને કાળુ પરમાર મિત્રો હતા અને દારૂની ટેવવાળા હતા.અઢી વર્ષ પહેલા સહદેવસિંહ દારૂના નશામાં આજી નદીમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતુ જો કે મયુરસિંહને શંકા હતી કે તેના પિતાને કાળુ પરમારે ધક્કો મારી દીધો છે.

આ પણ વાંચોઃ-પરિવારને રહેવાનું કહી ભાડે રાખ્યો ફ્લેટ, મકાનમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, પોલીસે છ મહિલા સહિત નવને રંગેહાથ પકડ્યા

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

દરમિયાન બુધવારની રાત્રે મયુરસિંહ અને તેનો મિત્ર અમીત જેઠવા સિવિલ હોસ્પિટલ ચોક હતા ત્યારે કાળુ પરમાર સાથે  ભેટો થયો અને બંન્ને વચ્ચે સહદેવસિંહની મોત અંગે ચર્ચા થતા મયુરસિંહ અને કાળુ પરમાર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી રોષે ભરાયેલા મયુરસિંહ અને અમીતે કાળુ પરમારને ત્યાં પડેલા પથ્થરો વડે ઇજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસના કહેવા પ્રમાણે મયુરસિંહ ગોહિલ અને અમીત જેઠવા બંન્ને વર્ષોથી રખડતું ભટકતું જીવન ગુજારે છે.અમીત જેઠવા વિરુધ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.હાલ પોલીસે આ બંન્ને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને જરૂરી પુરાવા એકત્ર કરીને કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે.
Published by:ankit patel
First published:March 04, 2021, 15:24 pm

ટૉપ ન્યૂઝ