Home /News /kutchh-saurastra /Kishan Bharwad Murder Case: રાજકોટમાં બેફામ બનેલા ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

Kishan Bharwad Murder Case: રાજકોટમાં બેફામ બનેલા ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

રાજકોટમાં બેફામ બનેલા ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી

ધંધુકા (Dhandhuka)ના કિશન ભરવાડ હત્યા (Kishan Bharwad murder case) કેસ મામલે રાજકોટ (Rajkot)માં બેકાબૂ બનેલા ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

    ધંધુકાના કિશન ભરવાડ હત્યા (Kishan Bharwad murder case) કેસ મામલે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતભરમાં (Gujarat) લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પોલીસ (Rajkot Police) પોતાની કામગીરી કરી રહી છે. ત્યારે આજે રાજકોટમાં કિશન ભરવાડ હત્યા કેસમાં સામેલ વ્યક્તિઓની ધરપકડને લઇ હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. અને આ દરમિયાન લોકોનું ટોળું પોલીસ કમિશનર કચેરી તરફ પણ ધસી ગયું હતું અને કેટલાક ઉન્માદમાં ગરકાવ થયેલા યુવાનોએ દુકાનો બંધ કરાવી હતી ત્યારે આ ટોળાને કાબુમાં કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

    PSI કે.ડી.પટેલને નાકના ભાગે ઈજા પહોંચાડી

    રાજકોટમાં બેફામ બનેલા ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્ર.નગર પોલીસ મથકમાં 100-150 લોકોના ટોળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. દુકાનોમાં તોડફોડ કરવા બદલ અને પીએસઆઈને માર મારવા બદલ ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, ઉન્માદમાં ગરકાવ થયેલા 100-150 લોકોના ટોળાએ પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ કે.ડી.પટેલને નાકના ભાગે ઈજા પહોંચાડી હતી. જેથી પ્ર. પોલીસ મથકમાં રાયોટીંગ સહિતની કલમ હેઠળ ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

    પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના કારણે એક યુવાનનું માથું પણ ફૂટયું હોવાનું સામે આવ્યું હતું. યુવાનનું માથુ ફૂટવાના કારણે તેના માથાના ભાગેથી મોટા પ્રમાણમાં લોહીની ધારા પણ વહી હતી. ત્યારે બંદોબસ્તમાં હાજર ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા યુવાનને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમજ યુવાનને પોલીસ કારમાં સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવા બાબતે પણ સમજાવ્યો હતો. જોકે યુવાને હોસ્પિટલ જવાની જગ્યાએ સમાજ સાથે જોડાઈને રેલીમાં જોડાવાનું પસંદ કર્યું હતું.

    આ પણ વાંચો- Kishan Bharwad Case ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલાવવા માંગ, કોંગ્રેસ નેતાઓ પરિવારજનો મળી આપી સાંત્વના 

    કોંગ્રેસ નેતાઓ પરિવારજનો મળી આપી સાંત્વના

    ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ કિશન ભરવાડના પરિવારજનોને મળવા ચચાણા ગામે પહોંચ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપી હતી. ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, રાજેશ ગોહિલ, રૂત્વીક મકવાણા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ પણ પરિવારજનોને મળ્યા હતા. લાખાભાઇ ભરવાડે મૃતક કિશનની 20 દિવસની બાળકીને હાથમાં લઇ સંવેદન વ્યક્ત કરી હતી.

    આ પણ વાંચો- રાજકોટ : કિશન ભરવાડ હત્યા કેસ બન્યો લોહિયાળ! પોલીસે યુવાનો પર લાઠી ચાર્જ કરતા યુવાનો ઇજાગ્રસ્ત

    ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલાવવા કોંગ્રેસની માંગ

    સ્વ.કિશન ભરવાડના પરિવારજની સાંત્વના આપવા માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના ડેલીગેશનને ચચાણા ગામની મુલાકાત લીધી હતી . કોંગ્રેસ ધારાસભ્ય અને માલધારી આગેવાન લાખાભાઇ ભરવાડ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે કિશન હત્યા નિદનિય છે . ઘટનામાં સંડાવાયેલા આરોપીઓને આકરી અને સખત સજા થવી જોઇંએ. ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી દાખલા રૂપ સજા કરવી જોઇંએ. ગુનેગારને કોઇ નાત જાત નથી હોતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Dhandhuka Firing, Kishan Bharwad Case, Rajkot Crime

    विज्ञापन
    विज्ञापन