રાજકોટમાં PUC સેન્ટરો પર RTOનું ચેકિંગ, સંચાલકોમાં ફફડાટ

News18 Gujarati
Updated: September 14, 2019, 10:14 PM IST
રાજકોટમાં PUC સેન્ટરો પર RTOનું ચેકિંગ, સંચાલકોમાં ફફડાટ
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં પીયુસી આપતા સેન્ટરમાં પીયુસીના વધારે રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેના પગલે આરટીઓ અધિકારીઓ દ્વારા પીયુસી સેન્ટરમાં તપાસ હાથધરી હતી.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટઃ નવા મોટર વ્હીકલ એક્ટના કાયદાનો આગામી દિવસોમાં કડક પણે પાલન થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્યમાં લોકો જાગૃત થઇને (PUC)પીયુસી કઢાવવા લાગી ગયા છે. જેના પગલે રાજ્યભરમાં ઠેરઠેર વાહન ચાલકોની લાંબી લાઇનો લાગેલી છે. જોકે, આવી સ્થિતિમાં ગેરરીતિના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આ સાથે લોકોની ફરિયાદ પણ વધતી રહી છે. રાજકોટમાં (Rajkot)આવી જ ફરિયાદો ઉઠથા (RTO) આરટીઓ અધિકારીઓએ તપાસ શરૂ કરતા રાજકોટમાં પીયુસી સંચાલકોમાં ફફટાડ ફેલાયો હતો. જેથી સંચાલકો પીયુસી સેન્ટરોને બંધ કર્યા હોવાના સમાચાર મળ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં પીયુસી આપતા સેન્ટરમાં પીયુસીના વધારે રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેના પગલે આરટીઓ અધિકારીઓ દ્વારા પીયુસી સેન્ટરમાં તપાસ હાથધરી હતી. જેથી પીયુસી સેન્ટર સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ભયના માર્યા સંચાલકોએ પીયુસી સેન્ટરો બંધ કર્યા હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે કેટલાક પીયુસી સેન્ટરોમાં વાહનનું ચેકિંગ કર્યા વગર જ સીધો ફોટો પાડીને પીયુસી પણ આપવાની ફરિયાદ થવા લાગી છે. જેના પગલે તંત્રએ આવા સેન્ટરો સામે લાલ આંખ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો છે. અને સમગ્ર દેશમાં લાગુ કર્યો છે. નવા કાયદાના પગલે લોકોને વધારે દંડ ભરવો પડશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવા નિયમોનો કડક અમલ આગામી 30 સપ્ટેમ્બર પછી કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકાર દ્વારા 16મી સપ્ટેમ્બરથી જ અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, હવે પીયુસી કઢાવવાની સમય મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર સુધી રાહત આપવામાં આવી છે.
First published: September 14, 2019, 10:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading