કોરોના વાયરસનું પરિક્ષણ હવે રાજકોટમાં પણ થશે, લેબોરેટરીને મળી મંજૂરી : કલેક્ટર રેમ્યા મોહન


Updated: March 27, 2020, 7:54 PM IST
કોરોના વાયરસનું પરિક્ષણ હવે રાજકોટમાં પણ થશે, લેબોરેટરીને મળી મંજૂરી : કલેક્ટર રેમ્યા મોહન
રાજકોટ કલેક્ટર રમ્યા મોહન

કોરોના ટેસ્ટ માટે બાયો સેફટી કેબીનેટ મશીન વિકસાવવામાં આવ્યું છે. પ્રથમ સેમ્પલ દિલ્લીથી મંગાવી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો.

  • Share this:
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિને લઈને માહિતી આપવામાં આવી હતી.

કલેકટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ ના કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જુદા જુદા દાતાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧ કરોડ આસપાસની રકમ જમા કરાવવામાં આવી છે. રાજકોટમાં કોરોના વાયરસનાં સેમ્પલનું પરીક્ષણ થઈ શકશે. માઇક્રો બાયોલોજીની વાયરોલોજી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે.

કોરોના ટેસ્ટ માટે બાયો સેફટી કેબીનેટ મશીન વિકસાવવામાં આવ્યું છે. પ્રથમ સેમ્પલ દિલ્લીથી મંગાવી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. યોગ્ય પરીક્ષણ થતા કોરોના સ્વોબ ચકાસણી માટેનું મંજૂરી પ્રમાણ પત્ર રાજકોટને મળી ચૂક્યું છે. જેથી હવે રાજકોટ ખાતે જ આગામી ટુક સમય માં લેબોરેટરી શરૂ કરવામાં આવશે. તો આ લેબોરેટરી શરૂ કરવા માટે કલેકટર રેમ્યા મોહન દ્વારા 3.50 લાખ રૂપિયાના ભંડોળની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાયરસ અંગેના જે પણ સેમ્પલ લેવામાં આવ્યા છે તે તમામ પરીક્ષણ અર્થે જામનગર મોકલવામાં આવતા હતા. જેના કારણે રિપોર્ટ આવવામાં પણ સમય લાગતો હતો. ત્યારે હવે રાજકોટ માં જ કોરોના વાયરસ ને લઇ લેબોરેટરી ને મંજૂરી મળતા અહી જ પરીક્ષણ કરી શકાશે.
First published: March 27, 2020, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading