રાજકોટમાં આજી નદીનાં શુદ્ધીકરણનાં શ્રીગણેશ થશે: બે નવા તળાવ બનશે

News18 Gujarati
Updated: February 22, 2019, 2:01 PM IST
રાજકોટમાં આજી નદીનાં શુદ્ધીકરણનાં શ્રીગણેશ થશે: બે નવા તળાવ બનશે
24 ફેબ્રુઆરીએ આજી ડેમમાં ગંદુ પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

24 ફેબ્રુઆરીએ આજી ડેમમાં ગંદુ પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં આગામી ૨૪ ફેબ્રુઆરીનાં રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેમાં રૈયા જંકશન ઓવર બ્રિજ, આજી રિવર રિ-ડેવલવમેન્ટ પ્રોજેક્ટ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરેનો સમાવેશ થાય છે.

આ અંગ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આજી રિવર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં આજી નદીના પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાંથી આવતા ગંદા પાણીના શુધ્ધીકરણ માટે નેશનલ હાઇવે ૨૭ નાં બ્રિજથી પોપટપરા રીંગ રોડ સુધી, અંદાજીત ૧૦.૫૦ કિલોમીટરની લંબાઈમાં ૯.૮૧ કરોડના ખર્ચે ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર લાઈન નાખવાનું કામ હાથ ધરવામાં આવેલું છે. તેમજ પૂર્વ કાંઠે પણ ડ્રેનેજ લાઈન નાખવાનાં કામે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે જે કામ પણ વહેલી તકે ચાલુ થવાનું છે. આ ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર લાઈનનું કામ થવાથી આજી નદીમાં ભળતું કાંઠા વિસ્તારોનું ગંદા પાણીનું શુદ્ધીકરણ કરી આજી નદીને શુદ્ધ કરવામાં આવનાર છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કામાં નદીના પૂર્વ તરફના કાંઠા માટેની કામગીરી ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ચુકી છે. કુલ ૨૨ કિમી લંબાઈની લાઈન હેઠળ કુલ ૩૬ પોઈન્ટસ તેમાં આવરી લેવામાં આવશે. જેની મદદથી ગંદુ પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ કામ થવાથી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્યમાં તેમજ જીવન ધોરણમાં સુધારો થઇ શકશે તેમજ આજી નદી શુદ્ધ થઇ શકશે”.

આજી નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

રૈયા જંકશન ઓવરબ્રિજ

રાજકોટ મહાનગરપાલિકાનાં વેસ્ટ ઝોન વિસ્તારમાં “સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” અંતર્ગત ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા જંકશન પર ૪ લેનમાં (૨+૨) ફલાય ઓવર બનાવવામાં આવ્યો છે, જે અંદાજે દૈનિક ૧,૦૪,૨૪૭ જેટલા મોટરાઇઝ્ડ વ્હિકલને ઉપયોગી થશે.પ્રધાનમંત્રી આવાસ યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં.૪ માં ટી.પી. સ્કીમ નં.૧૨ના એફ.પી. નં ૯૮ (SEWS), શિવધારા સોસાયટી પાસે, મોરબી હાઈવે તેમજ વોર્ડ નં.૩ માં ટી.પી. સ્કીમનં.૨૪ના એફ.પી. નં.૧૭-A (SEWS) પર પોપટપરા વિસ્તારમાં પાસેના વિસ્તારમાં રૂ.૪૧.૫૦ કરોડના ખર્ચે EWS પ્રકારના ૬૧૬ આવાસોનું ગ્રાઉન્ડ ફલોરમા પાર્કિંગની વ્યવસ્થા­­ સાથેનું આયોજન કરવામાં આવ્યુ છે.

લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

સ્માર્ટ સીટીમાં "અટલ લેઈક" સુજલામ સુફલામ યોજના હેઠળ ભારત સરકારની “સ્માર્ટ સીટી” યોજના અંતર્ગત નિર્માણ પામનાર રૈયા ૯૩૦ એકર ગ્રીન ફિલ્ડ વિસ્તારમાં પરસુરામ મંદિરની પાસે આવેલ તળાવ-૨ અને રૈયા ગામ પાસે આવેલ તળાવ-૩ને ગુજરાત સરકારશ્રીની સુજલામ સુફલામ જળસંચય યોજના-૨૦૧૯ અંતર્ગતઊંડા ઉતારવાની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. ઉપરોક્ત બંને જળાશયોનું ડેવલપમેન્ટ અંદાજીત રૂ.૬૧૦લાખના ખર્ચે થનાર છે તેમજ ૫૩૬ મીલયન લીટર જળ સંગ્રહ કેપેસીટીમાં વધારો થનાર છે, જે અન્વયે રૈયા ગામ અને આસપાસના ગ્રાઉન્ડ વોટર રીચાર્જ અને વોટર કન્ઝર્વેશન થકી હયાત રાજકોટ શહેર સ્માર્ટ ગ્રીન સીટી તરીકે ખરા અર્થમાં વિકાસ પામશે તેમજ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
First published: February 22, 2019, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading