દક્ષિણ ભારતમાં કેરળ અને તામિલનાડુમાં ભારે તાબાહી મચાવ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં થઈ ગુજરાતમાં પ્રવેશ કરનાર ઓખી વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે કેટલાક વિસ્તારમાં ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. ત્યારે આજે સીએમ વિજય રૂપાણીએ રાજકોટમાં પોતાના રોડ શો દરમિયાન ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં પ્રચાર દરમ્યાન સીએમ વિજય રૂપાણી જાહેરાત કરતા કહ્યું કે, 'ઓખી વાવાઝોડાની અસરથી જે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે તેનો સર્વે કરવામાં આવશે, અને નુકશાન માટે વળતર ચૂકવવામાં આવશે.'
ઉલ્લેખનીય છે કે, ઓખી વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેનાથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે. જેમાં વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને ડાંગ, તથા સૌરાષ્ટ્રના અમરેલી, ગીરસોમનાથ અને ભાવનગર જીલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CM Vijay Rupani, Ockhi cyclone, રાજકોટ