Home /News /kutchh-saurastra /

મેં રૂપાણીની ખુરશી બચાવી, CMએ મારો આભાર માનવો જોઈએઃ હાર્દિક પટેલ

મેં રૂપાણીની ખુરશી બચાવી, CMએ મારો આભાર માનવો જોઈએઃ હાર્દિક પટેલ

મોટા દળવા ખાતે હાર્દિક

થોડા દિવસો પહેલા હાર્દિક પટેલે મીડિયા સામે એવું નિવેદન આપ્યું હતું કે વિજય રૂપાણીનું રાજનામું લઈ લેવામાં આવ્યું છે. આગામી દસ દિવસમાં ગુજરાતની જનતાને નવા સીએમ મળશે.

    25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસને ધ્યાનમાં રાખીને પાસ આગેવાન હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાં એક સંકલ્પ યાત્રા કાઢી છે. આજે (બુધવારે) જેતપુરના મોટા દળવા ગામ ખાતેથી આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો ઉમટી પડ્યા હતા. યાત્રા શરૂ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખુરશી સલામત છે તે માટે તેમણે મારો આભાર માનવો જોઈએ.

    સીએમ આભાર માનેઃ હાર્દિક

    હાર્દિકે જણાવ્યું હતું કે, "સીએમ રૂપાણીએ મારો આભાર માનવો જોઈએ. મારા નિવેદન બાદ તેમને હટાવવામાં નથી આવી. તેમની ખુરશી સલામત રહી છે." નોંધનીય છે કે બે થોડા દિવસો પહેલા હાર્દિક પટેલે મીડિયા સામે એવું નિવેદન આપ્યું હતું કે વિજય રૂપાણીનું રાજનામું લઈ લેવામાં આવ્યું છે. આગામી દસ દિવસમાં ગુજરાતની જનતાને નવા પાટીદાર અથવા  ક્ષત્રિય સીએમ મળશે.

    મગફળી કૌભાંડ પર આપ્યું નિવેદન

    સંકલ્ય યાત્રા દરમિયાન હાર્દિક પટેલે ખેડૂતોના પ્રશ્નો ઉઠવ્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે, "ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને અમારી લડત યથાવત છે." મગફળી કૌભાંડ બીજેપીના પૂર્વ મંત્રી ચીમન શાપરિયાના સમયગાળા દરમિયાન થયું હોવાનું તેમજ આ કૌભાંડો એપીએમસી અને ડિસ્ટ્રિક્ટ બેંકો મારફતે ચલાવવામાં આવતા હોવાનો હાર્દિકે આક્ષેપ કર્યો હતો.

    મોટા દળવાથી દ્વારકા સુધી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે.


    25 ઓગસ્ટે ઉપવાસ સ્થળે હાજર રહેવા અપીલ

    દળા ગામ ખાતે પાટીદારોને સંબોધન કરતા હાર્દિકે 25મી ઓગસ્ટના રોજ અમાદવાદ ખાતે ઉપવાસ દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહેવા પાટીદાર યુવકોને હાંકલ કરી હતી. હાર્દિકે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેમજ પાટીદાર યુવકોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓને લઈને હું આમરણાંત ઉપવાસ કરી રહ્યો છું.

    સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકો કાર અને બાઇકના કાફલા સાથે જોડાયા છે.


    સંકલ્પ યાત્રાનો રૂટ

    હાર્દિકની સંકલ્પ યાત્રામાં 100 જેટલી કારનો કાફલો તેમજ મોટી સંખ્યામાં બાઇક ચાલકો જોડાયા છે. આ યાત્રા જેતપુર તાલુકાના મોટા દડવા ગામથી ઈશ્વરીયા, કાનપર, સાણથલી, વાંસાવડ, દેરડી-કુંભાજી, સુલતાનપુર, અમરનગર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોલકી, પાનેલી, સિદસર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, જામનગર, જામખંભાળીયા થઈને રાત્રે દ્વારકા પહોંચશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 25th August, Hardik Fast, Vijay Rupani, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन