ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે : CM રૂપાણી

આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે.

News18 Gujarati
Updated: October 8, 2019, 12:15 PM IST
ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે : CM રૂપાણી
CM રૂપાણીનો પ્રહાર
News18 Gujarati
Updated: October 8, 2019, 12:15 PM IST
હરિન માત્રાવાડિયા, રાજકોટ :  દારૂબંધી (Liquor Ban) પર રાજસ્થાનનાં (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગહલોતે (Ashok Gehlot) ગઇકાલે કહ્યુ હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાત (Gujarat)માં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત (Consumption) સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ દારૂબંધીનાં સમર્થનમાં છે કે તેઓ દારૂ પીવાનું સમર્થન કરે છે તે જણાવે.

સીએમનાં પુત્રનું 3 વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું

નોંધનીય છે કે આજે સીએમ વિજય રૂપાણી અને અંજલીબેનનાં પુત્ર પુજિતનો જન્મદિન છે. તેમનો દીકરો પુજીત સડા ત્રણ વર્ષનો હતો ત્યારે અમદાવાદ તેમના સસરાનાં ઘરનાં રવેશમાંથી ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. તેના મૃત્યુ બાદ સીએમ વિજય રૂપાણીએ પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જેમાં ગરીબ બાળકોને ભણાવાથી લઇ કચરો વિણતી બહેનોને કોમ્પ્યુટરની તાલીમ સહિતની અનેક વિવિધ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. તેઓ પુજિતનાં જન્મદિને આ બાળકો સાથે જમે છે અને આનંદ માણે છે. સીએમ આજે પણ આજ પ્રણાલીનાં ભાગરૂપે અહીં આવ્યાં હતાં. જ્યાં તેમને કોંગ્રેસ અને રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોત પર આકરા શબ્દો કહ્યાં હતાં.

દશેરાની શુભકામનાઓ પાઠવી

સીએમ રૂપાણીએ કહ્યું કે, 'સૌ પ્રથમ ગુજરાતની જનતાને વિજયા દશમીની શુભકામના. આ તહેવાર વિજયનો છે. ગુજરાત દરેક પડકારોને પાર કરીને આપણે વિજય મેળવીએ તે જ આપણો સંકલ્પ છે. આજે પુજિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા બાળ સંગમનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. છેવાડાનાં બાળકો આનંદ કરી શકે તે માટેનો આ કાર્યક્રમ હતો. વર્ષોથી આ પ્રણાલી રહી છે તે પ્રમાણે બાળકો સાથે ભોજન અને તેમની સાથે આનંદ કરવાનો છું. આવાસ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 12થી 14 ઑક્ટોબર સુધીમાં વૃષ્ટિ મળી જશે, વૃષ્ટિના પિતાએ લીધી ઍસ્ટ્રોલોજરની મદદ?
Loading...

ચૂંટણીઓ હાર્યા પછી કૉંગ્રેસ નિરાશામાં છે

આ અંગે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, 'ગહેલોતજીને હું બે વાત કહેવા માંગુ છું, ગહલોતજીએ કહ્યું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે જેનો અર્થ એ થયો કે દરેક ગુજરાતીઓ દારૂ પીવે છે. જેનો મને વિરોધ છે. ગહલોતે માફી માંગવી જોઇએ. એક પછી એક ચૂંટણી હાર્યા બાદ કૉંગ્રેસ ઘણી જ નિરાશામાં છે. નેતાઓ બફાટ કરે છે. પહેલાથી જ તેમને ગુજરાત પ્રત્યે રોષ છે. સરદાર વલ્લભભાઇ પટેલ પર પણ તેમણે ગમે તેવા નિવેદનો કરેલા છે. ગાંધી તેમને ગમતા નથી. મોદી અને ગુજરાત પણ તેમને ગમતા નથી. આ વાત પણ ગુજરાતની જનતા જાણે છે. ગુજરાતને બદનામ કરવાની કુચેષ્ઠા છે તેટલા માટે જ તેમનો વિરોધ કરીએ છીએ.'

ગહલોત દારૂબંધીની ચેલેન્જ સ્વીકારી બતાવે

આ સાથે ગુસ્સામાં તેમણે કહ્યું કે, 'ગહલોતે ગુજરાતની જનતાને માફી માંગે. ગહલોતનાં કલબલીયા વગાડનારા કોંગ્રેસીયાઓ પણ સાંભળી લે કે, જો ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. રાજસ્થાનમાં મહિલાઓએ જે માંગણી કરી છે કે તેની ચેલેન્જ સ્વીકારે અને ધ્યના રાખે કે કોઇપણ ઘરમાં દારૂ ન પીવાય. '

First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...