રાહુલ ગાંધી 26 બેઠક પર પ્રવાસ કરે તો પણ કંઇ ફેર નહીં પડે: CM રૂપાણી

News18 Gujarati
Updated: April 14, 2019, 1:09 PM IST
રાહુલ ગાંધી 26 બેઠક પર પ્રવાસ કરે તો પણ કંઇ ફેર નહીં પડે: CM રૂપાણી
ફાઇલ તસવીર: વિજય રૂપાણી

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પ્રવાસ મુદ્દે નિવેદન આપ્યું છે

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પ્રવાસ મુદ્દે નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી 26 બેઠક પર પ્રવાસ કરે તો પણ કંઇ ફેર નહીં પડે.

સાથે જ તેમણે અલ્પેશ ઠાકોર મામલે પણ નિવેદન આપતાં કહ્યું કે, કોંગ્રેસની બેધારી નીતિ છે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સામે પગલાં નહીં લે. કોંગ્રેસને ઠાકોર સમાજના મત જોઇએ છે. ઉપરાંત સીએમ વિજય રૂપાણીએ ગઇકાલે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની કોઇ વાત નથી. અલ્પેશ ઠાકોરે પણ નિવેદન કરેલું છે અને અમારી સાથે પણ કોઇ વાત થઇ નથી. અલ્પેશ જ નહીં ઘણા લોકો કોંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી દેખાડી રહ્યાં છે.

આ પણ વાંચો: રવિન્દ્ર જાડેજાનાં બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી 15 એપ્રિલે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધન કરશે. જે બાદ રાહુલ ગાંધી 18 એપ્રિલે ગુજરાત આવશે. 18 એપ્રિલે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રનાં કેશોદ અથવા પોરબંદરમાં સભા યોજશે. 18 એપ્રિલ બાદ 20 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે. 20 એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા કરશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીનાં ગુજરાત પ્રવાસનું આયોજન આજે સાંજ સુધીમાં આવી જશે તેવું માનવામાં આવ્યું છે.
First published: April 14, 2019
વધુ વાંચો
अगली ख़बर