કોંગ્રેસે ગુજરાતને હંમેશા અન્યાય કર્યો છે, મોદીને પાડવા પાછળ પડી ગઇ છેઃ CM રૂપાણી

News18 Gujarati
Updated: April 20, 2019, 3:17 PM IST
કોંગ્રેસે ગુજરાતને હંમેશા અન્યાય કર્યો છે, મોદીને પાડવા પાછળ પડી ગઇ છેઃ CM રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

લોકસભાની ચૂંટણી પ્રચારના ભાગ રૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

  • Share this:
હિરેન માત્રાવાડિયા, રાજકોટઃ લોકસભાની ચૂંટણી પ્રચારના ભાગ રૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા મોદી સરકારના કામો ગણાવ્યા હતા તો સાથે સાથે કોંગ્રેસ ઉપર આકરાં પ્રહારો પણ કર્યા હતા. કોંગ્રેસે સરદાર પટેલને પાછા પાડ્યા તો મોરારજી દેસાઇને ઉઠલાવી દીધા અને હવે કોંગ્રેસ મોદીને પાડવા માટે પાછળ પડી ગઇ હોવાનું જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ત્રાસવાદ સામેના પગલાં તમને ખબર જ છે. પાકિસ્તાનને પહેલી વખત એકલું અટલું પાડી દીધું. વાતાઘાટો બંધ કરી દીધી. આર્થીક વ્યવહાર પણ બંધ કરી દીધા. હુરિયાતના નેતાઓ સામે પહેલીવાર કડક પગલા લેવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાશનમાં અનેક શહેરોમાં બોમ્બ ધડાકા થતા હતા. જોકે, છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ બોમ્બ ધડાકો થયો હતો. સેનાનો વર્ષોનો પ્રશ્ન વનરેન્ક વન પેન્શન એ પણ ભાજપની સરકારે સોલ્વ કર્યો છે. 15 હજારથી વધુ કાયદાઓ બદલાયા છે. વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઊભી કરી છે.

આ પણ વાંચોઃ-ગણપત વસાવા ભૂલ્યા ભાન, 'રાહુલ ગાંધીને સરખાવી દીધા ગલૂડિયા સાથે'

વિજય રૂપાણીએ કોંગ્રેસના 72 હજાર વાર્ષીક આપાવી યોજના ઉપર પ્રશ્ન કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે 72 હજારનો કોઇ હિસાબ છે? કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત આંખના કણાની માફક કોંગ્રેસને હંમેશા ખુંચ્યું છે. ગુજરાતને અન્યાય પણ કરતા આવ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલને દૂર કર્યા હતા. મોરારજી દેસાઇને ઉથલાવી પાડ્યા હતા. અને હવે મોદીને પાડવા માટે કોંગ્રેસ પાછળ પડી ગઇ હતી.
First published: April 20, 2019, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading