Home /News /kutchh-saurastra /

હવે હાર્દિકને કોંગ્રેસની લોલીપોપ ભાવવા લાગી: CM

હવે હાર્દિકને કોંગ્રેસની લોલીપોપ ભાવવા લાગી: CM

પાસ કન્વિનરોની કોંગ્રેસ સાથેની મિટિંગ બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ તરફનો તેનો ઝુકાવો સ્પષ્ટ કર્યો છે. તો આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનાં પર આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે, કોંગ્રેસ અને હાર્દિકની મેચ ફિક્સ છે. હાર્દિકને પહેલાં પાટિદારોને OBCમાં શામેલ કરવા હતાં. અને કોંગ્રેસ તો EBCમાં શામેલ કરવાની જાહેરાત કરે છે. આ વાત જ્યારે

ભાજપને મુકી હતી ત્યારે હાર્દિકે તેને લોલીપોપ ગણાવી હતી. ત્યારે શું હવે હાર્દિકને કોંગ્રેસની આ લોલીપોપ ભાવવા લાગી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસે હાર્દિકને કોઇ જ વચન આપ્યું નથી. શહિદોનાં પરિવારજનોને સહાયની વાત હોય કે પછી EBC આપવાની વાત હોય. જો કોંગ્રેસ પાટિદારને EBCમાં શામેલ કરવા માંગતી જ હોત તો જ્યારે આ મામલે અમે પાટિદારને EBC આપવાની વાત કરી હતી ત્યારે કોંગ્રેસે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

સીએમ વિજય રૂપાણીનું રાજકોટ ખાતે નિવેદન
હાર્દિક અને કોંગ્રેસની મેચ ફિક્સ છે
કોંગ્રેસ હાર્દિક માટે બેક ગ્રાઉન્ડ બનાવી રહી છે
કોંગ્રેસ પાટીદારોને EBC માટે પાટીદારોને મુરખ બનાવી રહી છે
પાટીદારોનું આંદોલન OBCમાં સમાવવા માટેનું હતું
કોંગ્રેસ આ માટે કોઇ પણ જાતની સ્પષ્ટતા નથી કરી
હવે હાર્દિકને કોંગ્રેસની લોલીપોપ ગમે છે: CM
હાર્દિક કોંગ્રેસમાં જાય છે- CM
કોંગ્રેસે કોઇ નવું વચન આપ્યું જ નથી
શહીદોના પરિવારજનોને સહાયની વાત હોય કે
EBC આપવાની વાત હોય રાજ્ય સરકારે તમામ આપ્યું છે
EBC મામલે આજ કોંગ્રેસ હાઇકોર્ટમાં જઇ સ્ટે લઇ આવી છે
એટલા માટે જ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઇ છે
First published:

Tags: Gujarat CM, Gujarat Election 2017, Vijay Rupani, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર