રાજકોટમાં 108 મોડી પડવાનો કેસ : એમ્બ્યુલન્સની ટીમે સ્થળ ન મળતા 13 વાર ફોન કર્યા હતા

News18 Gujarati
Updated: October 9, 2019, 12:54 PM IST
રાજકોટમાં 108 મોડી પડવાનો કેસ : એમ્બ્યુલન્સની ટીમે સ્થળ ન મળતા 13 વાર ફોન કર્યા હતા
સીએમ રૂપાણી સાંત્વના આપવા પરિવાર પાસે ગયા હતાં.

108ને 6.40 કલાકે કોલ મળ્યો હતો અને 6.46 એમ્બ્યુલન્સ નીકળી ગઇ હતી. આ બધુ થઇને 7.21 કલાકે પાછી આવી ગઇ હતી. એટલે કુલ 39 મિનિટમાં પાછી આવી ગઇ હતી.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટ : ગત 4 ઓક્ટોબરનાં રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કૌટિમ્બિક ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા 108ને ફોન કર્યો હતો. જે બાદ 108ની એમ્બ્યુલન્સ 40થી 45 મિનિટ મોડી આવી હતી. જે બાદ ગઇકાલે મુખ્યમંત્રીને આ વાતની જાણ થતાં ભવિષ્યમાં આવું કોઇ અન્ય સાથે ન બને તે હેતુથી તેમણે કલેક્ટરને આ અંગે તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે. આ બાબતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે 108ની ટીમને જે લેન્ડમાર્ક આપ્યું હતું તે અલગ વિસ્તારનું હતું. જેના કારણે 108ને પહોંચવામાં વાર લાગી. આ અંગે રાજકોટ કલેકટર દ્વારા ગાંધીનગર પ્રાથમિક રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને હવે ઊંડાણપૂર્વકની તપાસ આરોગ્ય વિભાગને સોપવામાં આવી છે.

108ની એમ્બ્યુલન્સે 13 વાર લેન્ડલાઇન પર ફોન કર્યો હતો

રાજકોટનાં કલેક્ટર, રામ્યા મોહને જણાવ્યું કે, 'આ કેસમાં વધુ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે લેન્ડમાર્ક આપવાની ભૂલને કારણે 108 બીજા સરનામા પર પહોંચી ગઇ હતી. તેમણે લેન્ડલાઇન પરથી ફોન કર્યો હતો એટલે તેનું લોકેશન પણ મળ્યું ન હતું. કોલરે મોદી સ્કુલ લેન્ડમાર્ક તરીકે કહ્યું હતું તે ઇશ્લરિયામાં છે. તેમના વિસ્તાર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે વી. જે મોદી સ્કૂલ છે. જે ઓટો અસાઇન સોફ્ટવેર છે તેનાથી એડ્રેસ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી ફોન કરવામાં આવ્યો હતો અને 108ની જે વાન ગઇ તે મટોડામાંથી મોકલવામાં આવી હતી. 108ને 6.40 કલાકે કોલ મળ્યો હતો અને 6.46 એમ્બ્યુલન્સ નીકળી ગઇ હતી. આ બધુ થઇને 7.21 કલાકે પાછી આવી ગઇ હતી. એટલે કુલ 39 મિનિટમાં પાછી આવી ગઇ હતી. 108એ 13 વાર જે લેન્ડલાઇન પરથી ફોન આવ્યો હતો તેમને ફોન કર્યો હતો. પરંતુ તે લાગતો ન હતો. નહીં તો તેમની પાસેથી સરનામુ મેળવી શક્યા હોત.'

આ પણ વાંચો : 108 એમ્બ્યુલન્સ મોડી આવતા CM રૂપાણીનાં માસિયાઈ ભાઇનું મોત, તપાસનાં આદેશ

108ને અન્ય મોબાઇલ નંબર પણ આપવા વિનંતી

તેમણે વધુમાં કહ્યું કે, 'ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે આ કેસની આખી ડિટેઇલ્સ અમારી પાસે આવશે પછી અમારા સોફ્ટવેરમાં પણ કરાશે. તથા લોકોને એટલી અપિલ છે કે જો તમે લેન્ડલાઇન પરથી ફોન કરતા હોવ તો પણ એક મોબાઇલ નંબર 108ની ટીમને આપવો જેથી કોલરનો સંપર્ક સાધી શકાય. '
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...