રાજકોટવાસીઓ ચિંતા ન કરે, કોવિડને હરાવવા 3,500 બેડની વ્યવસ્થા કરવામાં આવી : વિજય રૂપાણી

રાજકોટવાસીઓ ચિંતા ન કરે, કોવિડને હરાવવા 3,500 બેડની વ્યવસ્થા કરવામાં આવી : વિજય રૂપાણી
'અમદાવાદની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. સુપ્રીમકોર્ટે પણ કોરનાનું ગુજરાત મોડલ વખાણ્યું છે.'

'અમદાવાદની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. સુપ્રીમકોર્ટે પણ કોરનાનું ગુજરાત મોડલ વખાણ્યું છે.'

 • Share this:
  રાજકોટ : સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં (Rajkot) કોરોના વાયરસનાં (Coronavirus) સંક્રમણના કેસ વધવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારી અંગે કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. અહીં સીએમ વિજય રૂપાણીએ મીડિયા સાથેન વાતચીતમાં મહત્વની વાત જણાવી છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં 3500 બેડની કોવિડ  બેડની (Covid bed) વ્યવસ્થા કરવામાં આવશે.

  'રાજ્યમાં પહેલા સાત ટકા મૃત્યુદર હતો જેનો ચાર ટકા થયો'  સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે,કોવિડ મામલે અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ સારી છે. રાજ્યમાં પહેલા સાત ટકા મૃત્યુદર હતો જેનો ચાર ટકા થયો છે. રિકવરી રેટ પણ વધીને 74 ટકા થયો છે. ગુજરાત દેશમાં કોરોનાની સ્થિતિમાં 12માં નંબરે આવી ગયુ છે. અમદાવાદની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. સુપ્રીમકોર્ટે પણ કોરનાનું ગુજરાત મોડલ વખાણ્યું છે.

  રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા

  સીએમ રૂપાણીએ રાજકોટવાસીઓને વધુમાં જણાવ્યું કે, રાજકોટવાસીઓ ચિંતા ન કરે અહીં કોવિડનાં દર્દીઓ માટે 3500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં કોવિડ દર્દીઓ રાજકોટમાં આવે છે. આ સાથે રાજકોટમાં કાલથી ડબલ ટેસ્ટ કરવામાં આવે. જેથી વધુ લોકો સંક્રમિન ન થાય. નોંધનીય છે કે, અમદાવાદમાં 1500 બેડની હૉસ્પિટલ છે.

  આ પણ વાંચો- હાર્દિકની કૉંગ્રેસીઓને ચેતવણી, 'અમે યુવાનો ભગતસિંહની વિચારધારા વાળા, ગદ્દારી કરી તો..'

  આ પણ જુઓ - 

  મોતના આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે મુખ્યમંત્રીએ જવાબ માગ્યો

  મહત્વનું છે કે, રાજકોટ શહેરના ત્રણ ધારાસભ્યો મિટિંગમાં હાજર રહ્યા હતા. ધારાસભ્યો સાથે રાજકોટ શહેરની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ત્રણ ધારાસભ્યોમાં ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા અને અરવિંદ રૈયાણીએ બેઠકમાં હાજરી આપી હતી. આ સાથે CM રૂપાણીના આગમન પહેલા જ આજે રાજકોટમાં કોરનાથી 9 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. મોતના આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે મુખ્યમંત્રીએ જવાબ માગ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:July 29, 2020, 14:04 pm

  ટૉપ ન્યૂઝ