વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભર્યું ઉમેદવારી ફોર્મ

Margi | News18 Gujarati
Updated: November 20, 2017, 1:06 PM IST
વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભર્યું ઉમેદવારી ફોર્મ

  • Share this:
રાજકોટઃ સૌરાષ્ટ્રની હાઈપ્રોફાઈલ બેઠક એવી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચૂંટણી લડશે. રૂપાણી આજે અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં જંગી જાહેર સભાને સંબોધ્યા બાદ વિજય મુહૂર્ત 12.39 કલાકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી નોંધાવે તે પહેલા પૂર્વ સંઘ્યાએ મુખ્યપ્રધાને રાજકોટના પાટીદાર ચોક વિસ્તારમાં વોર્ડ નંબર 9ના સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સંબોધતા મુખ્યપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

નર્મદા ડેમના કર્યા વધામણા

રાજકોટમાં આજે સવાલે સીએમ રૂપાણીએ રણછોડદાસ બાપુના આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં સ્થાનિક કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂપાણીએ સદગુરુના ચરણોમાં વંદના કરી હતી. ત્યાર બાદ તેમણે આજી ડેમની મુલાકાત લીધી હતી, અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજી ડેમ ખાતે તેમણે નર્મદાની પાણીના વધામણા કર્યા હતા. રૂપાણીના આગમનને પગલે આજી ડેમને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે સ્વામીનારાયણ મંદિરમાં પણ દર્શન કર્યા હતા.

રૂપાણીની રાજકીય કારકિર્દી

1971થી ભાજપના કાર્યકર
1976માં કટોકટી સમયે જેલવાસ પણ ભોગવ્યો1978થી 81 સુધી RSSના પ્રચારક રહ્યા
1987માં રાજકોટ મનપામાં સભ્ય તરીકે ચૂંટાયા
જળ નિકાસ સમિતિના અધ્યક્ષ પણ રહ્યા
સમયાંતરે રાજકોટ મનપાના સ્થાયી અધ્યક્ષ બન્યા
1996-97માં રાજકોટના મેયર રહ્યા
1998માં ભાજપનાં ગુજરાત રાજ્ય વિભાગના અધ્યક્ષ બન્યા
2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહ્યા
2006-12 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા
19 ફેબ. 2016માં ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા
7 ઓગષ્ટ 2016ના રોજ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા
First published: November 20, 2017, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading