રાજકોટ: શહેરના જાહેર માર્ગો પર વાહન ચાલકો તથા મુસાફરો દ્વારા ચાલુ વાહને કચરો ફેંકી ગંદકી ફેલાવતી અટકાવવા ’’સ્વચ્છતા પાકીટ’’ નો ઉપયોગ કરતા થાય તે હેતુથી માન.કમિશનર સાહેબના અધ્યક્ષ સ્થાને મધ્ય ઝોન કચેરી મિટીંગ હોલ ખાતે ગુરૂવાર બપોરે ૧૩-૦૦ કલાકે રાખવામાં આવેલી હતી.
આ મિટીંગમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનોના ડીલરોને તેમના વેંચાણ થતા નવા વાહનોમાં આ ’’સ્વચ્છતા પાકીટ’’ બનાવી વિનામુલ્યે આપવાની અપીલ કરવામાં આવી હતી,
તેમજ રીક્ષા એસોસિએશનને તેમના વાહનોમાં તથા પાનની દુકાનના ધંધાર્થીઓને તેમની દુકાનમાં આ ’’સ્વચ્છતા પાકીટ’’ રાખવાનું સુચન કરવામાં આવ્યું હતું. હાલમાં રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા કુલ-૨૫૦૦૦ નંગ ’’સ્વચ્છતા પાકીટ’’ બનાવવામાં આવેલી છે. જે વિનામુલ્યે ’’અરહમ’’, ૩/૬ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, નિર્મલા કોન્વેંટ સ્કુલની સામે, રાજકોટ ના સરનામેથી મેળવી શકાશે.
ઉપરોકત મિટીંગમાં રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ ડો. હીતાબેન મહેતા, રાજકોટ શહેરના ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનોના ડીલર, રીક્ષા એસોસિએશન, પાનની દુકાનના ધંધાર્થીઓ વિગેરે તથા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર સી. બી. ગણાત્રા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા.