રાજકોટ: ન્યારી ડેમમાં નર્મદાનું પાણી લાવવાની તૈયારીઓ શરૂ

News18 Gujarati
Updated: February 28, 2019, 2:02 PM IST
રાજકોટ: ન્યારી ડેમમાં નર્મદાનું પાણી લાવવાની તૈયારીઓ શરૂ
સૌની યોજનાનો નકશો

સૌની યોજના હેઠળ મચ્છુ-૦૧ થી આજી-૦૧ ડેમ પાસેના ત્રંબા ગામ સુધી પાઈપલાઈન બીછાવવામાં આવેલી છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરને સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા કેનાલ મારફત પાણી મેળવી દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરવા આવે છે. અગાઉ સરકારે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમોને જોડવાની યોજના બનાવી છે. જેના મચ્છુ-૦૧ થી આજી-૦૧ ડેમ સુધીની નર્મદાના નીરની પાઈપલાઈનનું રૂ.૪૩૨ કરોડના ખર્ચે સમય મર્યાદા પહેલા જોડાણ કરી આજી જળાશયમાં નર્મદા નીર પહોંચાડ્યું.

રાજકોટ મહાનગરપાલિકાનાં જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં વસ્તી તથા વિસ્તારમાં ખુબજ વધારો થયેલો છે જેના કારણે પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે સરકારે સૌની યોજના હેઠળ મચ્છુ-૦૧ થી ન્યારી-૦૧ ડેમને પણ જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી હતી જે હાલ પૂર્ણતાના આરે છે. નર્મદાનું પાણી કાલે રાઉકી ગામ ખાતે છોડવામાં આવશે અને ત્યાંથી ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે. નર્મદા યોજના દ્વારા એક પંપ ચાલુ કરવામાં આવે તો દરરોજનું ૭ એમ.સી.એફ.ટી પાણી ન્યારી ડેમમાં ઠલવાશે.

કુલ ૨૫ ફૂટની ઊંડાઈ ધરાવતા ન્યારી-૦૧ ડેમમાં હાલ જળસપાટી ૮.૩૬ ફૂટ એટલે કે, તેમાં ૨૦૭ એમ.સી.એફ.ટી. પાણી છે જે મે ની શરૂઆત સુધી આ જથ્થો ચાલે એમ છે પરંતુ ન્યારી ઝોન હેઠળના વિસ્તારોને આગામી ચોમાસા સુધી નિયમિત પાણી પૂરું પાડી શકાય તે માટે સૌની યોજના મારફત પાણી મળવાનું શુરૂ થતા પાણી સમસ્યા હલ થઇ જશે.

ન્યારી-૦૧ ડેમની અગાઉની કુલ ઊંડાઈ ૬.૬૫ મીટર હતી અને તેની ક્ષમતા ૯૪૪ એમ.સી.એફ.ટી. જલસંગ્રહની હતી. ત્યારબાદ ડેમની ઊંચાઈ ૧ મીટર વધારવામાં આવતા કુલ ઊંડાઈ ૭.૬૫ મીટર(૨૫ ફૂટ) થઇ છે અને ડેમની કુલ જલસંગ્રહ ક્ષમતા ૧૨૪૮ એમ.સી.એફ.ટી થયેલી છે એટલે કે, ડેમની પાણી સંગ્રહની ક્ષમતામાં ૩૩%નો વધારો થયેલ છે.

સૌની યોજના હેઠળ મચ્છુ-૦૧ થી આજી-૦૧ ડેમ પાસેના ત્રંબા ગામ સુધી પાઈપલાઈન બીછાવવામાં આવેલી છે. ત્યાંથી નર્મદા નીર ન્યારી-૦૧ ડેમમાં પહોંચાડવા માટે ત્રંબા ગામથી પારડી અને ત્યાંથી રાઉકી ગામ સુધી આશરે ૨૦ કિલોમીટર લંબાઈની ૩૦૦૦ એમ.એમ. તથા ૧૭૦૦ એમ.એમ.ની ૨ પાઈપલાઈન બિછાવવામાં આવી છે. ત્યાંથી પાણી ન્યારી-૦૧માં જશે. સિંચાઈ વિભાગ દ્વારા આ પાઈપલાઈન ચાર્જ કરી આવતીકાલ તેનું ટેસ્ટીંગ કરવામાં આવશે.
આ પાઈપલાઈનને મળતી ન્યારી-૦૧ ડેમમાં રોજનું ૭ એમ.સી.એફ.ટી. ઠલવાશે. વિસ્તૃત રીતે જોઈએ તો પ્રતિ કલાક ૮૨૩૨ ક્યુબિક મીટર એટલે કે, પ્રતિ સેકન્ડ ૨૨૩૨ લીટર પાણી ડેમમાં આવશે.
First published: February 28, 2019, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading