Rajkot Crime News: રાજકોટ શહેરમાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થતા ડ્રાઈવરને જાહેરમાં મેથીપાક ચખાડવાનો માં આવ્યો હોય તે પ્રકારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
રાજકોટઃ રાજકોટ શહેરમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં સિટી બસ (Rajkot city bus) અને એક્સેસ વચ્ચે અકસ્માત (accident) થતા ડ્રાઈવરને જાહેરમાં મેથીપાક ચખાડવાનો માં આવ્યો હોય તે પ્રકારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સીટી બસ અનેક ઍક્સેસ વચ્ચે અકસ્માત થવાના કારણે થોડા સમય પૂરતો ટ્રાફિકજામ (traffic jam) પણ સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. જોકે સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલીક અસરથી સ્થાનિક પોલીસની પીસીઆર ઘટનાસ્થળે (Police PCR) દોડી ગઇ હતી. ત્યારબાદ સિટી બસના ચાલકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારના રોજ મહિલા અંડરબ્રિજ ચોક પાસે સીટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. મહિલા ચાલકના વાહન સાથે સીટી બસ અથડાતા મામલો બિચક્યો હતો. મહિલા ચાલકના વાહન સાથે સીટી બસ અથડાતા એક યુવક બસ પર ચડી ગયો હતો.
ત્યારબાદ યુવક કે ડ્રાઈવરને જાહેરમાં મેથીપાક ચખાડયો હોય તે પ્રકારની ઘટના પણ બની હતી. જે ઘટના પ્રત્યક્ષ દ્રશ્યો પૈકી એક વ્યક્તિએ પોતાને આ મોબાઈલ ફોન ના કેમેરામાં કેદ કરી લીધી હતી. અકસ્માતમાં એક યુવતી ઈજાગ્રસ્ત થતાં તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બીજી તરફ ઝઘડો શરૂ રહેતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક અસરથી એડમિશન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ સિટી બસના ચાલકની અટકાયત કરી તેને એ ડિવિઝન પોલીસ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે એક્સેસ ચાલક મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, મારા ઍક્સેસને પાછળના ભાગેથી સીટી બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી જેના કારણે હું એક તરફ ફંગોળાઈ ગઇ હતી. તેમજ મારી પાછળ આવનાર વાહનચાલક બીજી તરફ ફંગોળાયા હતા. જેમાં એક દીકરી ઈજાગ્રસ્ત થઈ હતી.