રાજકોટ : સિટી બસનાં ડ્રાઇવર-કંડક્ટરની દાદાગીરીનો Viral Video, વાહનચાલકને ઢીબી નાખ્યો

રાજકોટ : સિટી બસનાં ડ્રાઇવર-કંડક્ટરની દાદાગીરીનો Viral Video, વાહનચાલકને ઢીબી નાખ્યો
રાજકોટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

સિટી બસના ડ્રાઇવર-કંડકટર દ્વારા નાણાવટી ચોક ખાતે ભેગા મળીને વાહન ચાલકને માર મારતાં (Beaten Commuter) હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરના નાણાવટી ચોક પાસે ફરી એક વાર સીટી બસના ડ્રાઇવર અને કંડકટરની (City Bus Driver Conductor) દાદાગીરી સામે આવી છે. સિટી બસના ડ્રાઇવર-કંડકટર દ્વારા નાણાવટી ચોક ખાતે ભેગા મળીને વાહન ચાલકને માર મારતાં (Beaten Commuter) હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નાણાવટી ચોક ખાતે મોટી સંખ્યામાં ટ્રાફિક જામની સમસ્યા ઉદભવતી હોય છે. ત્યારે સિટી બસના ચાલક દ્વારા બસ પણ નાણાવટી ચોક ખાતે ટ્રાફીક જામ સર્જાય તે પ્રકારે ઉભી રાખવામાં આવી છે.

મારામારીના દ્રશ્યો સર્જાયા ના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જે જગ્યાએ આ બનાવ બન્યો ત્યાંથી રૈયાધાર પોલીસ ચોકી માત્ર 50 મીટર જ દૂર છે. સામાન્યતઃ આ પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક નિયમનનું પાલન કરાવતા હોય છે. પરંતુ આજે જે પ્રકારે ઘટના બની છે તે સમયે કોઈ ટ્રાફિક બ્રિગેડના જવાન હાજર ન હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.ત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા વીડિયો મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા પર તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિડીયોમાં જે પ્રકારે સિટી બસના નંબર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.આ પણ વાંચો : સુરત : ભયાનક સ્થિતિ! સ્મશાનમાં 6-8 કલાકનું વેઇટિંગ,જ્યાં જુઓ ત્યાં મૃતદેહની કતારો

જોકે, આ સમગ્ર મામલે  સિટી બસના નંબરના આધારે ડ્રાઇવર અને કંડક્ટરની શોધખોળ પણ ગાંધીગ્રામ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ મામલે જી પી એક્ટ ની કલમ તેમજ અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચો : પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

ઉલ્લેખનીય છે કેેેે ત્રણ દિવસ પૂર્વે રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી કર્ફ્યુ ની વચ્ચે કેટલાક શખ્સો મારામારી કરી રહ્યા હોય ગાળાગાળી કરી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાયરલ થયેલા વિડિયો ના આધારે માલવિયાનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી
Published by:Jay Mishra
First published:April 05, 2021, 18:48 pm

ટૉપ ન્યૂઝ