રાજ્યમાં MLA પણ અસલામત! ચોટીલાના ધારાસભ્યએ સલામતી માટે પોલીસને લખ્યો પત્ર

News18 Gujarati
Updated: April 19, 2018, 10:03 AM IST
રાજ્યમાં MLA પણ અસલામત! ચોટીલાના ધારાસભ્યએ સલામતી માટે પોલીસને લખ્યો પત્ર
ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા (ફાઇલ તસવીર)

  • Share this:
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્યએ પોતાની સલમતીને લઈને રાજકોટ રેન્જ પોલીસને એક પત્ર લખ્યો છે. ઋત્વિક મકવાણાએ પોલીસને લખેલા પત્રમાં તેમની સલામતી જોખમમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો હોવા છતાં સલામતી માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને પણ પોતાની સલમાતીને લઈને પોલીસને પત્ર લખવો પડે છે ત્યારે સામાન્ય જનતાની હાલત કેવી હશે તે સમજી શકાય તેમ છે.

ધારાસભ્યએ પત્રમાં શું લખ્યું?

ઋત્વિક મકવાણાએ પોલીસને લખેલા પત્રમાં લખ્યું છે કે, 'તા. 14મી એપ્રિલના રોજ હું મારા પરિવાર સાથે રાજકોટ જિલ્લાના વિંછિયાથી ચોટીલા તરફ મુસાફરી કરી રહ્યો હતો. વચ્ચે હડમતીયા ગામ ખાતે મંગળુ જગુ સોનારા નામના વ્યક્તિએ નંબર પ્લેટ વગરનું સ્કૂટર મારી ગાડી આગળ ઉભું રાખી દીધું હતું. તેણે મારી સાથે ગેરવર્તન કરીને મને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વ્યક્તિને કાયદાનો કોઈ ડર હોઈ તેવું લાગી રહ્યું નથી.'

ધારાસભ્યએ વધુમાં લખ્યું છે કે, 'આ અંગેની જાણ મેં તાત્કાલિક એસ.પી. કંટ્રોલ રૂમ રાજકોટને કરી હતી. બાદમાં સમયસૂચકતા વાપરીને હું ત્યાંથી નીકળી ગયો હતો. બે દિવસ હું ઈજાગ્રસ્ત થયો હોવાથી આ અંગેની તપાસ કરી શક્યો ન હતી. બે દિવસ પછી વિંછિયા પોલીસને આ અંગે પૂછપરછ કરતા તેમણે આ અંગે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાનું જણાવ્યું હતું. આ બનાવ ખૂબ જ ગંભીર હોવાથી સમગ્ર બનાવની તપાસ કરવી.'
First published: April 19, 2018, 9:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading