સફાઈ કામદારોનું સન્માન કરવાની રાજકોટ મહાનગરપાલિકાની પહેલને કેન્દ્રએ બિરદાવી

News18 Gujarati
Updated: November 19, 2018, 2:25 PM IST
સફાઈ કામદારોનું સન્માન કરવાની રાજકોટ મહાનગરપાલિકાની પહેલને કેન્દ્રએ બિરદાવી
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ ભારત મિશન" હેઠળ વિવિધ અવનવા આયામ ઉમેરવામાં આવી રહયા છે

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ ભારત મિશન" હેઠળ વિવિધ અવનવા આયામ ઉમેરવામાં આવી રહયા છે તે અંતર્ગત વખતોવખત ખાસ સઘન સફાઈ ઝુંબેશ, સામાજિક ભાગીદારી સાથે જાહેર સ્થળોની સફાઈ ઝુંબેશ, કચરાનું વર્ગીકરણ, કચરામાંથી ખાતર અને ઉર્જાનું ઉત્પાદન, તેમજએક નવી પહેલ રૂપે શહેરના શ્રેષ્ઠ સફાઈ કામદારોનું જાહેર સન્માન કરવાનું પણ શરૂ કરવામાં આવેલી છે.

વિશેષમાં, કેન્દ્ર સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોના જાહેર સન્માન કરવા માટે જે નવી પહેલ હાથ ધરવામાં આવેલી છે તેની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. માત્ર એટલું જ નહી પરંતુ કેંન્દ્ર સરકારે દેશની અન્ય મહાનગરપાલિકાઓને પણ રાજકોટ મહાનગરપાલિકાની પહેલને અનુસરવાનો અનુરોધ કરવામાં આવેલો છે.

આ સંદર્ભમાં વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે "વર્લ્ડ ટોઇલેટ ડે" મનાવવામાં આવી રહયો છે. જે સ્વાભાવિકરીતે સ્વચ્છતા બાબતમાં જાગૃત થવાનો સંદેશ વિશ્વ સ્તરે પ્રસરાવે છે. કોઈપણ શહેર અને ગામમાં જાહેર સ્વચ્છતાની બાબતમાં જેઓનું સૌથી અમૂલ્ય યોગદાન રહયું છે તે સફાઈ કામદારો પ્રત્યે ઋણ સ્વીકારવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના તમામ સફાઈ કામદારો પ્રત્યે હ્રદયપૂર્વક ઋણ સ્વીકારી તેઓનો આભાર વ્યક્ત કરે છે.

મ્યુનિ. કમિશનરએ આ અવસરે એક વિશેષ જાહેરાત કરતા એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાં વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર સફાઈ કામદારોની તસવીર અને નામ સહિતની વિગતો પ્રસિધ્ધ કરી તેઓનું જાહેર સન્માન કરવાની પહેલ કરતા સફાઈ કામદારોના ઉત્સાહમાં સારો એવો વધારો થયો છે.

આ સમગ્ર બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે શહેરમાં સફાઈ કામગીરીમાં યોગદાન આપી રહેલા મિત્ર મંડળોના સફાઈ કામદારો અને કોન્ટ્રાક્ટ બેઇઝ પર સફાઈ કામ કરતા સફાઈ કામદારોને પણ આ નવી પહેલ હેઠળ આવરી લઇ તેઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને તેઓ પૈકીનાં શ્રેષ્ઠ સફાઈ કામદારોને પણ આવી જ રીતે સન્માનિત કરવામાં આવશે. તેઓના ફોટા અને નામ સહિતની વિગતો શહેરમાં એલ.ઈ.ડી. સ્ક્રીન પર પ્રકાશિત કરવામાં આવશે.
First published: November 19, 2018, 2:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading