પ્રદૂષણ રોકવા કેન્દ્ર સરકાર રાજકોટને 50 ઇલેક્ટ્રિક બસો ફાળવશે

News18 Gujarati
Updated: August 9, 2019, 1:39 PM IST
પ્રદૂષણ રોકવા કેન્દ્ર સરકાર રાજકોટને 50 ઇલેક્ટ્રિક બસો ફાળવશે
પ્રતિકાત્મક તસવીર

સરકારની આ યોજનાના પરિણામ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને રૂ. ૨૫ કરોડથી વધારે બચત થશે.

  • Share this:
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની રક્ષા અને લોકોને સરળ પરિવહન સેવા ઉપલબ્ધ થાય તેવા હેતુથી દેશના ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોને ઇલેક્ટ્રિક બસો ફાળવવા માટે તૈયાર કરેલી એક ખાસ યોજના ( ફેમ ઇન્ડિયા સ્કીમ ફેઇઝ-૨ ) હેઠળ રાજકોટ મહાનગરપાલિકા માટે ૫૦ ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ક્લીન મોબિલીટી અને ઈ-મોબિલીટીને પ્રોત્સાહન અને તેનો વ્યાપ વધારવા માટે FAME (Faster Adaption and Manufacturing of Electric vehicles in India) India Scheme (Phase-II) હેઠળ લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, દેશના ૨૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ ૧૪૯૮૮ ઇલેક્ટ્રિક બસ માટે કુલ ૮૬ દરખાસ્તો ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝને પ્રાપ્ત થઇ હતી. આ તમામ પ્રસ્તાવોના મૂલ્યાંકનને અંતે કેન્દ્ર સરકારશ્રીની પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન એન્ડ સેન્કશન કમિટી દ્વારા કુલ ૬૪ શહેરો/સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે કુલ ૫૦૯૫ ઈ-બસ મંજુર કરી છે. જેમાં રાજકોટ શહેર માટે ૫૦ ઈ-બસની મંજુરી આપવામાં આવેલી છે,”

કેન્દ્ર સરકારની પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન એન્ડ સેન્કશન કમિટી દ્વારા રાજકોટ માટે ૫૦ ઇલેક્ટ્રિક બસ સહિતે કુલ ૬૪ શહેરો/સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે જે કુલ ૫૦૯૫ ઈ-બસ મંજુર કરી છે તેના નિર્ધારિત પરિવહન પીરીયડ દરમ્યાન દેશમાં આ તમામ બસ કુલ ૪ અબજ કિલોમીટરનો રન કાપશે અને આશરે કુલ ૧.૨ અબજ લીટર ઈંધણની બચત થશે. જેના પરિણામ સ્વરૂપે કુલ ૨.૬ મિલિયન ટન જેટલી માત્રામાં કાર્બન ઉત્સર્જન ઘટશે તેવી અપેક્ષા છે.

સરકારની આ યોજનાના પરિણામ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને રૂ. ૨૫ કરોડથી વધારે બચત થશે. હાલના તબક્કે રાજકોટ મહાનગરપાલિકા ઉપરોક્ત નવી ૫૦ ઈ-બસ પૈકી ૫ બસ બી.આર.ટી.એસ. માટે અને ૪૫ બસ સિટી બસ સેવામાં સામેલ કરવાનું વિચારી રહી છે. દરમ્યાન રાજ્ય સરકારશ્રી દ્વારા પણCMUBS હેઠા બી.આર.ટી.એસ. અને સિટી બસ સેવામાં પ્રતિ કિ..મી. રૂ.૧૨.૫૦/-ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા પાસે નવી આવનારી ૫૦ ઈ-બસ માટે આજી ચોકડી, રૈયા ચોકડી, ગોંડલ ચોકડી અને એરપોર્ટ પાસે એમ કુલ ચાર સ્થળે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે અને આ બસના ચાર્જીંગ માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. સાથે ચર્ચા વિચારણા પણ પૂર્ણ કરેલી છે.

 
First published: August 9, 2019, 1:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading