રાજકોટ : અપલખણાઓ નહીં સુધરે, જેલમાંથી ફરી મોબાઇલ ઝડપાયા, ચોંકાવનારી જગ્યાએ સંતાડ્યા હતા


Updated: May 22, 2020, 5:06 PM IST
રાજકોટ : અપલખણાઓ નહીં સુધરે, જેલમાંથી ફરી મોબાઇલ ઝડપાયા, ચોંકાવનારી જગ્યાએ સંતાડ્યા હતા
રાજકોટની જેલમાં થોડા સમય પહેલાં કોરોનાના સંક્રમણને જોતા સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી આવેલી સ્કોડ દ્વારા રાજકોટ જેલમાં ચેકિંગ હાથ ધરાયું, કેદીઓની છૂપી જગ્યા જાણી પોલીસ પણ અચંબામાં

  • Share this:
રાજકોટ : આમ તો રાજકોટની મધ્યસ્થ જેલ અનેક વખત વિવાદોમાં આવતી હોઈ છે. રાજકોટની જેલમાં અનેક વખત સેલોટેપ વીંટાળેલા દડા સાથે તમાકુ, માવો, સીગારેટ, મોબાઇલ, ચાર્જરના ઘા થતાં જ રહે છે પરંતુ આ વખત અમદાવાદથી આવેલી સ્કોડ દ્વારા અન્ય જગ્યાએ થી સંતાડેલા મોબાઈલ પકડી પાડ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલની અંદર નવી જેલ વિભાગ 1 યાર્ડ નં  ની બેરેક નં. માં જમણી બાજુના સંડાસના પોખરામાં ખાડો કરી પ્લાસ્ટીકની કોથળીમાં છુપાવેલા ૩ તથા બેરેક નં. 2 માં ડાબી બાજુના સંડાસમાં ચોકડીની ધારીમાં ખાડો કરી છુપાવેલો 1 ફોન મળી આવ્યો છે.

અમદાવાદની સ્કવોડ દ્વારા કાચા કામના કેદી વિરૂધ્ધ પ્રધુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અમદાવાદ જડતી સ્કવોડના જેલર ડી.આર. કરંગીયાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા કાચા કામના કેદી વિરૂધ્ધ ધ પ્રિઝન એકટની કલમ 42, 43ની પેટા કલમ 12 મુજબ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો :  સુરત : ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા, લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

પ્રતિબંધીત એવા આ ચારેય ફોનને એફએસએલમાં ચકાસણી માટે મોકલવા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મહત્વનું છે કે રાજકોટ જેલમાં અગાવ છેલ્લા 4 મહિનામાં 5 જેટલી વખત જેલ બહારથી દડા ના સ્વરૂપે પ્રતિબંધિત વસ્તુઓને જેલની અંદર પહોચાડવામાં આવતી હતી એની પણ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાંથી એક આરોપીની પણ ધરપકડ પણ કરવામાં આવી હતી.

ત્યારે હવે ફરીથી જેલમાં ચાર મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જોકે ફરિયાદને આધારે હવે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ પણ હાથ ધરી છે.
First published: May 22, 2020, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading