રાજકોટ : મધુરમ હોસ્પિટલમાં તબીબ ઉપર દર્દીના સગાનો હુમલો , સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ત્રણની અટકાયત
Rajkot Crime News: સમગ્ર મામલો ભક્તિનગર પોલીસ (bhaktinagar Police)સુધી પહોંચતાં પોલીસે ગુનો નોંધી (Record the crime) ત્રણ શખ્સોને સકંજામાં લઈ કાયદેસરની (Legal) કાર્યવાહી શરૂ કરી છે.
મુસ્તુફા લાકડાવાલા, રાજકોટ : રાજકોટની મધુરમ હોસ્પિટલમાં (Madhuram hospital) સાંપ (snake) કરડી જતાં સારવારમાં દાખલ થયેલા લાપાસરીના એક દર્દીની સારવારમાં તેના પરિચીત-સગા અડચણરૂપ બનતાં હતા. જેને લઈ ડોક્ટરે (Doctor)આ સગાને રૂમની બહાર જવાનું કહેતાં તેઓએ ગાળો દઇ, લાફા મારી પતાવી દેવાની અને હોસ્પિટલ બંધ કરાવી દેવાની ધમકી આપી ધમાલ મચાવી હતી. સમગ્ર મામલો ભક્તિનગર પોલીસ (Police)સુધી પહોંચતાં પોલીસે ગુનો નોંધી (Record the crime ) ત્રણ શખ્સોને સકંજામાં લઈ કાયદેસરની(Legal )કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર મામલે ભોગ બનનાર મધુરમ હોસ્પિટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવતાં ડો. મોહિત બટુકભાઇ સગપરીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દશરથભાઈ શીવુભા ભટ્ટી, મહિપતસિંહ બહાદુરસિંહ ચોહાણ, પ્રભાતસિંહ ઉર્ફ પ્રતાપસિંહ રામસિંહ ભટ્ટી અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે કોઠારીયા રોડ ખોખડદળની બાજુમાં આવેલા લાપાસરી ગામમાં રહેતાં વેલસીંગ મેરૂભાઇ લાડુ નામના વ્યક્તિને ડાબા પગે સાંપ કરડી જતા રૂમ નં. 308માં સારવાર માટે દાખલ કરાવામાં આવ્યા હતાં.
પોતે દર્દીની સારવાર કરતા હતા ત્યારે રાતે સવા દસેક વાગ્યે રૂમની અંદર તેના સગા સંબંધીઓ સારવારમાં અડચણ કરતાં હોઇ જેથી મેં તેઓને રૂમની બહાર જવાનું કહ્યું હતું. જેને લઈને ઉશ્કેરાયેલા 10થી વધુ સગાઓએ વિરોધ કર્યો હતો.
અને બાદમાં તેમાંથી ચાર લોકો તેમની પાસે આવ્યા હતા. અને તેને ગાળો આપી મોઢા પર આડેધડ ઝાપટો ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં તેમને જાનથી મારી નાંખવાની અને હોસ્પિટલ બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. ડોક્ટરની આ ફરિયાદને આધારે પોલીસે દશરથ ભટ્ટી, મહિપતસિંહ ચૌહાણ અને પ્રતાપસિંહ ભટ્ટીની અટકાયત કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર