રાજકોટ : સામાન્ય અકસ્માત બાદ ખેલાયો ખૂની ખેલ, યુવકે છરી વડે હુમલો કર્યો, CCTV Videoમાં ઘટના કેદ

રાજકોટ : સામાન્ય અકસ્માત બાદ ખેલાયો ખૂની ખેલ, યુવકે છરી વડે હુમલો કર્યો, CCTV Videoમાં ઘટના કેદ
સીસીટીવી વીડિયોમાં ખૂની ખેલ ખેલતા શખ્સો જોવા મળ્યા હતા.

રાજકોટમાં રોડ પર નાની અમથી વાતમાં ખેલાઈ ગયો ખૂની ખેલ, શહેરમાં છાકટા બની ફરતા અસામાજિક તત્વોનો આતંક

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરની (Rajkot) ઓળખ રંગીલા રાજકોટની છે, જોકે, આ ઓળખને ભૂંસવા માટે કેટલાક અસામાજિક તત્વો જાણે કે મેદાને પડ્યા હોય તેવો માહોલ છે. નાની વાતોમાં શહેરના રાજમાર્ગો પર લોહિયાળ(Road Rages in Rajkot) જંગો થઈ જવી જાણે કે સામાન્ય વાત બની ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરમાં નાની નાની તકરારો લોહિયાળ જંગમાં પરિણમી રહી છે તેવામાં એક ઘટનાનો ઉમેરો થયો છે. ગત 27મી જાન્યુઆરીના રોજ શહેરમાં થયેલા એક સામાન્ય અકસ્માતમાં બે મોટર સાયકલ ચાલકો વચ્ચે માથાકુટ (Accident) થઈ હતી. જોકે, આ ઘટનામાં એક ચાલક પર બીજા ચાલકે હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવીમાં (CCTv Video) કેદ થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગત એવી છે કે રાજકોટમાં 27મી જાન્યુઆરીએ વાહનની ટક્કરની ઘટના ઘટી હતી. ઘટના શહેરના હાર્દ સમા ગોંડલ રોડની હતી જ્યાં મોટરસાયકલ ચાલકનો અક્સ્માત થયો હતો. જોકે, આ અકસ્માતમાં એક ચાલક પર છરી પડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના પરથી પડદો ત્યારે ઉંચકાયો જ્યારે નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી વીડિયો સામે આવ્યા હતા. નાનકડા રોડ અકસ્માતમાં ઇજા ન થઈ તેનાથી વધુ ઇજા યુવકને આ હુમલામાં થઈ હોવાના અહેવાલો છે.

આ પણ વાંચો :  રાજ્યમાં અનેક ઠેકાણે ગાત્રો થીજવતી ઠંડી, 4 ડિગ્રી સાથે નલિયા ઠુઠવાયું, બે દિવસ Cold Waveની આગાહી

દરમિયાન સીસીટીવી વીડિયોની તપાસ કરતા તે 27મી જાન્યુઆરીએ સવારે 11.17 કલાકનો હોવાનો માલુમ પડે છે. શહેરમાં ધોળેદિવસે અવારનવાર આવા ખૂની ખેલ ખેલાઈ જતા હોય છે. પોલીસ તંત્ર પાસેથી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહીની અપેક્ષા કરવામાં આવે છે જોકે, આવા તત્વો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી ન થતી હોવાના કારણે તેઓ બેફામ થઈને ફરે છે. દરમિયાનમાં આ વીડિયો રાજકોટના સોશિયલ મીડિયા ગ્રુપોમાં પણ વાઇરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : સુરત : કતારગામમાં કિશોરીને પેટમાં દુ:ખાવો થયો, પિતા હૉસ્પિટલે લઈ જતા તબીબી રિપોર્ટમાં નીકળી ગર્ભવતી!

રાજકોટ શહેરમાં આવા હુમલાઓ અને રોડ અકસ્માતની ઘટનામાં ખૂન થયા હોવાની અનેક ઘટનાઓ પોલીસ મથકોના ચોપડે બોલે છે છતાં પણ વારંવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે ત્યારે સામાન્ય લોકોમાં શહેરમાં વધતીજતી ગુનાખોરીના કારણે આડકતરા ભયનો માહોલ છે.
Published by:Jay Mishra
First published:January 29, 2021, 10:57 am

ટૉપ ન્યૂઝ