CCTV : રાજકોટમાં ઘરનો દરવાજો ખખડાવી મહિલા પર એક રાઉન્ડ ફાયરિંગ

ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળ આવતા નેહરુનગર મેઇન રોડ પર રહેતા અલાઉદીન નૂરાભાઈ કારિયાણીના ઘર પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.

News18 Gujarati
Updated: February 1, 2019, 10:33 AM IST
CCTV : રાજકોટમાં ઘરનો દરવાજો ખખડાવી મહિલા પર એક રાઉન્ડ ફાયરિંગ
સીસીટીવી સ્ક્રિનશોટ
News18 Gujarati
Updated: February 1, 2019, 10:33 AM IST
અંકિત પોપટ, રાજકોટ : શહેરમાં આઝાદ ચોક નજીક ફાયરિંગની એક ઘટના બનતા ક્રાઇમ બ્રાંચ સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. ગુરુવારે રાત્રે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે નામચીન વસીમ નામના શખ્સે જૂની અદાવતમાં અલાઉદીન નામના વ્યક્તિના ઘર પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ વસીલ સ્કૂટર પર ફરાર થઈ ગયો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળ આવતા નેહરુનગર મેઇન રોડ પર રહેતા અલાઉદીન નૂરાભાઈ કારિયાણીના ઘર પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આરોપી વસીલે મોટરસાઇકલ પર આવીને ફાયરિંગ કર્યું હતું. તેની સાથે અન્ય એક અજાણ્યો વ્યક્તિ પણ હતો. અલાઉદીનના પુત્રને ફાયરિંગ કરનાર વસીલ સાથે ત્રણ મહિના પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ વાતનો ખાર રાખી તેના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

વસીમે જ્યારે ફાયરિંગ કર્યું ત્યારે અલાઉદીનની પત્ની ઘરનો દરવાજો બંધ કરી રહી હતી. આ મામલે અલાઉદીનના પત્ની સુલતાનાબેને જણાવ્યું કે, "સાંજે અમે લોકો ઘરે જમવા બેઠા હતા. આ સમયે કોઈ વ્યક્તિએ અમારા ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. હું દરવાજે પહોંચી ત્યારે બે શખ્સો સ્કૂટર પર સવાર હતા અને તેમણે અલાઉદીન ઘરે છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન સ્કૂટર ચાલકે પોતે વસીલ કારયાણી હોવાનું જણાવ્યું હતું અને મને ઘરની બહાર આવવાનું કહ્યું હતું. આ ઉપરાંત મને થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. બાદમાં તેણે મારા પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું."

આ મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘર પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ અંગેના નિશાન પણ જોવા મળ્યાં હતા.
First published: February 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626