રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલ નાકા ખાતે ફરી મારામારી, વીડિયો વાયરલ

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલ નાકા ખાતે ફરી મારામારી, વીડિયો વાયરલ
ભરૂડી ટોલનાકા ખાતે ફરી બબાલ.

Rajkot-Gondal Highway: મળતી માહિતી પ્રમાણે ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો.

 • Share this:
  રાજકોટ: રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal Highway) પર આવેલું ભરુડી ટોલનાકું (Bharudi toll gate) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે. ગત વર્ષે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ટોલગેટ ખાતે તકરાર કરી હતી. આ ઉપરાંત રાજકોટના પિતા-પુત્રએ ગત વર્ષે ટોલકર્મીને રિવોલ્વર બતાવી હતી.

  તાજેતરમાં સામે આવેલો વીડિયો 14મી જાન્યુઆરીનો છે. મળતી માહિતી પ્રમાણે ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો. આ મામલે ટોલનાકા સંચાલકોએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મળતી માહિતી પ્રમાણે ટોલબૂથના કર્મચારીને માર મારનાર કાર ચાલકનું નામ પ્રહલાદસિંહ ચુડાસમા છે. પ્રહલાદસિંહ ચુડાસમાએ ટોલબૂથના મોહન રાઠવા નામના કર્મચારીને માર મારીને ધમકી આપી હતી.  આ બનાવ રાત્રે 10:41 વાગ્યે બન્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક ટોકનાકા ખાતે ઊભો રહે છે. જે બાદમાં તે ટોલબૂથના કર્મચારી સાથે બોલાચાલી કરે છે. જે બાદમાં કાર ચાલક નીચે ઉતરે છે અને ટોલકર્મી જે કેબિનમાં બેઠો હોય છે તેમાં પ્રવેશ કરે છે.

  આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થાય છે. કાર ચાલક ટોલકર્મીના માથાના વાળ પકડીને તેને માર મારે છે. તેને લાતો પણ મારે છે. બૂથકર્મીના ગાલ પર તમાચા પણ મારે છે. આ દરમિયાન અન્ય બૂથમાં બેઠેલા લોકો પણ બહાર દોડી આવે છે. અંતે લોકો એકઠા થઈ જતાં કર્મચારીને છોડાવ્યો હતો.

  આ પણ વાંચો: જૂનાગઢ: પતિ-પત્નીને મોબાઇલ ફોનમાં કામક્રીડા કંડારવી ભારે પડી, 10 લાખની ખંડણીની માંગણી

  ઉલ્લેખનીય છે કે ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા ખાતે ગત વર્ષે 40 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરીયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢીને ટોલ કર્મચારીને જાનથી મારી નાખી ધમકી આપવાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

  આ પણ વાંચો: દ્વારકા: બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યાં મોત

  આ ટોલનાકા ખાતે ટોલ મુદ્દે અવારનવાર તકરાર થતી રહે છે. આ કારણે જ અહીં અનેક વખત ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ગત વર્ષે રાજ્યના મંત્રી જયેશ રાદડિયાએ પણ ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. લોકોને આક્ષેપ છે કે અહીં બહારના લોકોને નોકરી પર રાખવામાં આવે છે. આ લોકો ગુજરાતી ભાષા ન સમજતા હોવાથી આવી તકરાર થતી રહે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 18, 2021, 13:10 pm

  ટૉપ ન્યૂઝ