Home /News /kutchh-saurastra /લૉકડાઉનમાં કુંવરજી બાવળીયાએ સેલ્ફ ડ્રાઇવ કર્યું, ગામલોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે જગૃત્ત કર્યા

લૉકડાઉનમાં કુંવરજી બાવળીયાએ સેલ્ફ ડ્રાઇવ કર્યું, ગામલોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે જગૃત્ત કર્યા

કુંવરજીભાઇ બાવાળીયાએ પોતાની પાસે આવતા લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સૂચના આપી હતી.

કુંવરજીભાઇ બાવાળીયાએ પોતાની પાસે આવતા લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સૂચના આપી હતી.

    રાજકોટ : સમગ્ર ભારતમાં લૉકડાઉન છે અને હાલમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. આવા સમયે લોકોએ ઘરમાં જ રહી કોરોના વધુ ફેલાતો અટકાવવા સહયોગ કરવો જરૂરી બન્યો છે. આવા વિકટ સમયે રાજકોટ જિલ્લાના જસદણ વિસ્તારનાં મંત્રી ગામડાઓની મુલાકાતે નીકળ્યા હતા. સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવાળીયા તેમના વિસ્તારનાં ગામડાઓની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તો કુંવરજીભાઇ બાવાળીયાએ પોતાની પાસે આવતા લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સૂચના આપી હતી.

    બીજી તરફ 144ની કલમ લાગુ હોઈ અને વધુ પડતા લોકો સાથે નહિ રાખતા કુંવરજીભાઇ બાવાળીયા પોતાની સરકારી કાર પોતે જ ચલાવીને ગામડાનો ચિતાર મેળવ્યો હતો અને લોકોને કોઈ જાતની મુશ્કેલી નથી પડી રહી તેની પણ જાણકારી મેળવી હતી.



    ઉલ્લેખનીય છે કે, જે રીતે કોરોનાનાં કહેર વચ્ચે શહેરી વિસ્તાર છોડી લોકો ફરીથી ગ્રામ્ય વિસ્તારમાં જવા લાગ્યા છે. તો બીજી તરફ, અલગ-અલગ જગ્યાઓ પર મજૂરી કામ કરતા મજૂરો પણ પોતાના વતન તરફ જવા લાગ્યા છે. ત્યારે લોકોને કોઈ જાતની તકલીફ ન પડે તેની ચિંતા હવે સામાજિક સંસ્થાઓ, જિલ્લા તંત્ર, નગરપાલિકા ઉપરાંત ધારાસભ્યો, સાંસદો પણ કરી રહ્યા છે.


    તમામ લોકો પોતાની નૈતિક જવાબદારી સમજી લોકોને કોઇ મુશ્કેલી ન પડે તેને લઇને અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઇને લોકોને સમજાવી રહ્યાં છે. કોરોનાની સાવચેતી અંગે જાગૃતતા ફેલાવી રહ્યા છે તેમજ લોકોને પડતી મુશ્કેલી પણ ઉકેલી રહ્યા છે.

    આ વીડિયો પણ જુઓ 
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો