Home /News /kutchh-saurastra /

આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ માટે બસમાં વર્ગ ખંડ, જાણો - કેવી છે સુવિધા

આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ માટે બસમાં વર્ગ ખંડ, જાણો - કેવી છે સુવિધા

એન્જીન વગરની આ સ્ક્રેપ થયેલી બસનું મોડીફિકેશન કરી લગભગ 5.50 લાખના ખર્ચે એક બસ તૈયાર કરવામાં આવી છે.

એન્જીન વગરની આ સ્ક્રેપ થયેલી બસનું મોડીફિકેશન કરી લગભગ 5.50 લાખના ખર્ચે એક બસ તૈયાર કરવામાં આવી છે.

    વિભુ પટેલ, અમદાવાદ: ગુજરાતના અંતરિયાળ વિસ્તારો, અગરિયા વિસ્તારો તેમજ રણ પ્રદેશમાં રહેતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ વિભાગના સહયોગથી ગુજરાત એસટી નિગમ દ્વારા ‘સ્કૂલ ઓન વ્હીલ’ તૈયાર કરવામાં આવી છે.

    એન્જીન વગરની આ સ્ક્રેપ થયેલી બસનું મોડીફિકેશન કરી લગભગ 5.50 લાખના ખર્ચે એક બસ તૈયાર કરવામાં આવી છે. આ તમામ બસોને ઓડિયો વિડિયો સહિત આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં નિગમ દ્વારા આવી 29 બસો શિક્ષણ કાર્ય માટે તૈયાર કરવામાં આવી છે.

    અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં સ્કૂલ નથી અથવા બાળકોને દૂર ભણવા માટે જવું પડે છે ખાસ કરીને અગરિયા વિસ્તારોમાં રહેતા બાળકો માટે આ બસો તૈયાર કરવામાં આવી છે.

    હાલ એસટી નિગમના વર્કશોપમાં આ બસો તૈયાર કરવામાં આવી રહી છે. બસનો બહારનો દેખાવ જોઈને જ વિદ્યાર્થીઓને ગમે તે પ્રકારનું બનાવવામાં આવ્યું છે.

    સ્કૂલ ઓન વ્હીલમાં ઉપલબ્ધ સુવિધાઓ
    - ગરમીથી બચવા 6 વોલ ફેન.
    - ઓડિયો - વિડિયો સિસ્ટમની સાથે 32 ઈંચનું એલઈડી ટીવી.
    - ડીશ એન્ટિનાની સુવિધા.
    - ઈલેક્ટ્રીક સાધનો ચલાવવા માટે 3000 વોટની ક્ષમતાની સોલર પેનલ બસના છાપરા પર ફીટ કરાઈ.
    - વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ચઢવા ઉતરવા માટે સ્લાઈડ થઈ શકે તેવા પગથિયા.
    - બસની અંદરની તરફ ડાબી અને જમણી બાજુ વિનાઈલ સ્ટીકર દ્વારા અલગ અલગ માહિતી પ્રદર્શિત કરતા પીન બોર્ડ.
    - બસની છત પર પેન્ટિંગ.
    - બસમાં અરિસાની સુવિધા.
    - બસમાં ફાયર એક્સ્ટીંગ્યુસરની વ્યવસ્થા.
    - આપાતસંજોને ધ્યાનમાં રાખી ઈમરજન્સી એક્ઝીટ.
    Published by:kiran mehta
    First published:

    Tags: ગુજરાત, શિક્ષણ

    આગામી સમાચાર