રાજકોટ શર્મસાર: 'કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ', સગાભાઈએ 16 વર્ષ વિધવા બહેન સાથે આચર્યું દુષ્કર્મ

રાજકોટ શર્મસાર: 'કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ', સગાભાઈએ 16 વર્ષ વિધવા બહેન સાથે આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સગી વિધવા બહેનને ધાકધમકી આપી મારકુટ કરી સોળ વર્ષ દરમિયાન અવાર નવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી

  • Share this:
રાજકોટ: રાજ્ય સહિત દેશભરમાં અનેક વખત બળાત્કારની ઘટનાઓથી હાહાકાર મચ્યો છે. હવસખોરીએ સંબંધોને પણ લજવ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટમાં આવો જ એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગાભાઈએ ભાઈ બહેનના પવિત્ર બંધનને લાંછન લગાડ્યાનું કુકર્મ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, ભાઈ બહેનના પવિત્ર સંબંધને શાર્મશાર કરતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. અત્યાર સુધી પિતાએ તેની પુત્રી સાથે અથવા સાગા સબંધીએ અથવા તો પડોશીએ બળાત્કાર કર્યો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે, પણ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નીંધાયેલી ફરિયાદ મુજબ સગા ભાઈએ જ પોતાની બહેન પર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.રાજકોટમાં ભુપત ધોળકિયા નામના યુવકે પોતાની બહેનને જ ધાક ધમકી આપી અનેક વખત બળાત્કાર ગુજાર્યો છે. પોતાની સગી વિધવા બહેનને ધાકધમકી આપી મારકુટ કરી સોળ વર્ષ દરમિયાન અવાર નવાર બળજબરીપૂર્વક ભાઈ દ્વારા શરીર સંબંધ બાંધ્યો હતો અને કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, 16 વર્ષ પહેલાં બહેનના પતિનું અવસાન થયું હતું, જે બાદ બહેન પિયરમાં પોતાના ઘરે આવી ગઈ હતી, અહીં ભાઈએ બહેનના સંબંધને શર્મસાર કર્યો અને ભાઈએ જ બહેન સાથે શરીર સબંધ બાંધ્યો હતો અને હવે આખરે બહેને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, શહેરના ગોકુલધામ પાસે ગોકુલનગર-3માં રહેતા ભુપત નાનજીભાઈ ધોળકિયા નામના શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376, 506 (2), 323 મુજબ તેની જ સગી વિધવા બહેનને ધાકધમકી આપી મારકુટ કરી સોળ વર્ષ દરમિયાન અવાર નવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપ્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. હાલ તો પોલીસે બહેનની ફરિયાદને આધારે ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બળાત્કારી ભાઈની પૂછપરછ હાથ ધરી છે.

જામનગર : પાંચ દિવસમાં 4 બળાત્કાર, 'સાવન શાહે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું'

જામનગર : પાંચ દિવસમાં 4 બળાત્કાર, 'સાવન શાહે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું'

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આવી જ એક સંબંધોને લાંછન લગાડતી ઘટના બનાસકાંઠાથી સામે આવી હતી, જેમાં એક 12 વર્ષિય મુખબધીર કિશોરી પર ફોઈના દીકરાએ નજર બગાડી અને મામાની દીકરી બહેન અને ભોળી-ભાળી કોશોરીને અવાવરૂ જગ્યા પર લઈ ગયો અને પોતાની હવસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દીધી. મહત્વની વાત એ છે કે, આટલે હવસખોર ભાઈ અટક્યો નહીં, તેણે પકડાઈ જવાની બીકે કિશોરીનું માથુ ધડથી કાપી અલગ કરી દીધુ અને 20 ફૂટ દૂર ફેંકી દીધુ.
Published by:kiran mehta
First published:October 18, 2020, 22:00 pm

ટૉપ ન્યૂઝ