રાજકોટઃ ઝઘડો થયા બાદ પ્રેમીએ મહિલાના નાક, કાન અને વાળ કાપ્યા

રાજકોટઃ ઝઘડો થયા બાદ પ્રેમીએ મહિલાના નાક, કાન અને વાળ કાપ્યા
ઇજાગ્રસ્ત મહિલાની તસવીર

રાજકોટના લોધિકામાં રહેતા વનિતા કેશુભાઇ વાઘેલાના તેમના જામનગરમાં રહેતા પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો.

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટઃ પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ થવા સામાન્ય બાબત છે. ક્યારેક પતિ પત્ની જાહેરમાં જ ઝઘડી પડતા હોય છે. પ્રેમી યુગલો વચ્ચે પણ ઝઘડો થવો સામાન્ય બન્યો છે. આવા ઝઘડા ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે અને તેનો કરુણ અંજામ આવતો હોય છે. રાજકોટમાં પ્રેમી વચ્ચે થયેલા ઝઘડામાં મહિલાના નાક અને કાન કાપ્યાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

  મળતી માહિતી પ્રમાણે રાજકોટના લોધિકામાં રહેતા વનિતા કેશુભાઇ વાઘેલાના તેમના જામનગરમાં રહેતા પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો. પ્રેમી વચ્ચે ઝઘડો થતાં પ્રેમીએ મહિલાના કાન અને નાક આપી નાખ્યા હતા. અને માથાના વાળ પણ કાપી નાખ્યા હતા.  આ પણ વાંચોઃ-મોરબી : ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા, યુવકનું મોત

  પ્રેમી મહિલાને વાજડી ખંભાલાની સીમમાં લઇ જઇને પૈસા માટે ઝઘડો કર્યો હતો. અને ઉષ્કેરાયેલા પ્રેમીએ મહિલાના નાક કાન અને વાળ પણ કાપી નાખ્યા હતા. પ્રેમીએ મહિલા બે લાખ રૂપિયા પડાવી લીધાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. અને અહીં મહિલાની સારવાર ચાલી રહી છે.
  First published:July 10, 2019, 16:47 pm

  टॉप स्टोरीज