શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ
પ્રતિકાત્મક તસવીર

ત્રણ દિવસ સુધી દીકરી ગુમ સુમ રહ્યા બાદ પોતાની સાથે અઘટીત ઘટના બની હોવાનું પરિવારજનોને જણાવતા પરીવારજનો ઉપર જાણે કે આભ ફાટી પડ્યું હતું.

  • Share this:
રાજકોટઃ શહેરમાં વધુ એક યુવતી ત્રણ ત્રણ વખત હવસનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ (University police) દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેતી એક સગીરાનો (minor girl molestation) ત્રણ ત્રણ વખત દેહ પિંખવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસિટી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિત ની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ આલાપ ગ્રીન સિટી પાસે રહેતા એક પરિવારની 17 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ થયા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. દુષ્કર્મ બીજા કોઈએ જ નહીં પરંતુ સંજય ધર્મેન્દ્ર ભાઈ કણજારીયા નામના 30 વર્ષીય યુવકે આચર્યું હોવાનું સામે આવ્યું છે.



સંજય કણજારીયા એ સૌપ્રથમ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની એકલતાનો લાભ લઇ પરાણે પ્રેમ સંબંધ રાખી સગીરાને શરીર સંબંધ રાખવાની ફરજ પાડી હતી. આ સમયે સગીરાએ શરીર સંબંધ બાંધવા બાબતે ના પડી હતી.

આ પણ વાંચોઃ-

ત્યારે સંજય કણજારીયાએ સગીરાને જણાવ્યું હતું કે, જો તું શરીર સંબંધ નહીં બાંધે તો તારા ભાઈને જાનથી મારી નાખીશ. જેના કારણે સગીરા દેખાઈ ગઈ હતી. ત્યારે સગીરાની ના હોવા છતાં હવસખોર સંજયે બળજબરીપૂર્વક સગીરા સાથે સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચોઃ-

એક નહિ પરંતુ ત્રણ ત્રણ વખત સંજય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.  6 ફેબ્રુઆરીના રોજ સગીરા સ્કૂલે જવાનું કહીને નીકળી હતી પરંતુ પિતાએ તપાસ કરતાં સ્કૂલમાં રજા હોવાનું ખુલ્યું હતું. ત્યારે દીકરીની શોધખોળ કરનાર પિતાને સંજય ના ઘર પાસેથી દીકરીની સાઇકલ તેમજ સંજયના ઘરમાંથી દીકરી મળી આવી હતી.



ત્યારે સમગ્ર મામલે દીકરીના પિતાએ સંજયની પૂછપરછ કરતાં, સંજયે જણાવ્યું હતું કે મારો બર્થ ડે હતો એટલે તમારી દીકરીને બોલાવી હતી. ત્યારે ત્રણ દિવસ સુધી દીકરી ગુમ સુમ રહ્યા બાદ પોતાની સાથે અઘટીત ઘટના બની હોવાનું પરિવારજનોને જણાવતા પરીવારજનો ઉપર જાણે કે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
Published by:ankit patel
First published:February 10, 2021, 22:01 pm

ટૉપ ન્યૂઝ